Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડના ઊંટડીમાં વકફ બોર્ડની જમીન ખાનગી બતાવી પધરાવી દીધી:નાયબ કલેક્ટરે ₹42.69 લાખની જમીનની નોંધ નામંજૂર કરી, મસ્જિદ ટ્રસ્ટની વાંધા અરજીને ગ્રાહ્ય રાખી

    19 hours ago

    વકફ બોર્ડની જમીન ખાનગી માલિકીની હોવાનું જણાવી તેના નકલી કાગળો બનાવી જમીન શાહ પરિવારને વેચીનાખી હતી. વલસાડ તાલુકાના ઊંટડી ગામે વકફ બોર્ડ હસ્તકની મિલકતને પોતાની અંગત મિલકત ગણાવી, ખોટા દસ્તાવેજો ઊભા કરી ₹42.69 લાખમાં વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે. આ મામલે મસ્જિદ ટ્રસ્ટની વાંધા અરજીને ગ્રાહ્ય રાખી નાયબ કલેક્ટરે વેચાણ ફેરફાર નોંધ નં. 5481ને નામંજૂર કરવાનો હુકમ કર્યો છે. સમગ્ર મામલો ​શું છે? ​ઊંટડી ગામની વિવાદિત જમીન બાબતે 'ઉંટડી સુન્ની જમાત મસ્જિદ ટ્રસ્ટ'ના ટ્રસ્ટી મોહમ્મદ હિદાયત કાસમભાઈ કાવલાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે રજૂઆત કરી હતી કે, જે જમીનનો સોદો કરવામાં આવ્યો છે તે ખરેખર વકફની મિલકત છે. સામાવાળાઓના પૂર્વજો આ જમીનમાં માત્ર ટ્રસ્ટી અથવા મુતવલ્લી તરીકે કાર્યરત હતા, પરંતુ તેઓએ ગેરકાયદેસર રીતે વારસાઈના આધારે પોતાના નામ દાખલ કરાવી જમીન હડપવાનો પ્રયાસ કર્યો હતો. ​₹42.69 લાખની છેતરપિંડી ​ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, આરોપીઓએ મિલકત પોતાની માલિકીની હોવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. જેના બદલામાં ₹42,69,397/- (બેતાલીસ લાખ ઓગણસિત્તેર હજાર ત્રણસો સત્તાણું) ની રકમ બેંક મારફતે ચૂકવવામાં આવી હતી. આ સોદાના આધારે મહેસૂલી રેકોર્ડમાં નોંધ પણ પાડવામાં આવી હતી, પરંતુ ટ્રસ્ટની જાગૃતતાને કારણે સમગ્ર ખેલ ખુલ્લો પડ્યો છે. ​વકફ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી ​નાયબ કલેક્ટર વલસાડની કોર્ટમાં ચાલેલા આ કેસમાં મહત્વના તારણો સામે આવ્યા છે: ​ટ્રસ્ટીને વેચાણનો હક નથી: જે વ્યક્તિ કસ્ટોડિયન કે મુતવલ્લી હોય, તે મિલકત વેચી, ગીરો રાખી કે બક્ષીસ આપી શકતા નથી. ​કલમ 51નું ઉલ્લંઘન: વકફ એક્ટ 1995ની કલમ-51 મુજબ વકફ બોર્ડની મંજૂરી વિના મિલકતની તબદીલી ગેરકાયદેસર ગણાય છે. ​નોંધ નામંજૂર: કોર્ટે અવલોકન કર્યું કે પ્રાથમિક દ્રષ્ટિએ જ આ વેચાણ વ્યવહાર ગેરકાયદે હોવાથી ફેરફાર નોંધ નં. 5481 (તા. 25/11/2025) ને નામંજૂર કરવામાં આવે છે. ​"મિલકત વકફની હોવાથી આરોપીઓને તે વેચવાનો કોઈ કાયદેસરનો હક પ્રાપ્ત થતો નથી. ટ્રસ્ટની રજૂઆતો સાચી જણાતા અમે વેચાણ નોંધ રદ કરવાનો આદેશ કર્યો છે." — વિમલ પટેલ, નાયબ કલેક્ટર, વલસાડ
    Click here to Read More
    Previous Article
    એચ.એ. કોલેજમાં 'આજનું યુથ અને સોશિયલ મીડિયા' પર વક્તવ્ય:પ્રિન્સિપાલે સોશિયલ મીડિયાના ફાયદા-ગેરફાયદા સમજાવ્યા
    Next Article
    રાજકોટમાં AMR જાગૃતિ સેમિનાર યોજાયો:ફાર્માસિસ્ટોને એન્ટિબાયોટિક્સના દુરુપયોગ રોકવા તાલીમ અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment