Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં વર્કશોપ બહાર ત્રણ વાહનોમાં આગ:ડારી વાયરલેસ ઓફિસ સામેના બોડી વર્કશોપમાં ઘટના

    12 hours ago

    વેરાવળના ડારી રોડ પર વાયરલેસ કચેરી સામે આવેલા એક વાહન બોડી રિપેરિંગ વર્કશોપની બહાર પાર્ક કરેલા ત્રણ વાહનોમાં અચાનક ભીષણ આગ લાગી હતી. આ ઘટના કામ ચાલુ હતું તે દરમિયાન બની હતી. આગની જાણ થતાં જ વેરાવળ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા, જેને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. આ રોડ પર એક મોટી શાળા આવેલી છે અને વાહનોની સતત અવરજવર રહે છે. વર્કશોપના માલિકે સમયસર ફાયર બ્રિગેડને જાણ કરતા મોટી જાનહાનિ ટળી હોવાનું મનાય છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
    Click here to Read More
    Previous Article
    પત્નીએ પ્રેમી સાથે મળી પતિનો કાંટો કાઢ્યો:વ્યારાના વાઘપાણીમાં પાણી ભરેલી ખીણમાં ધક્કો મારી દીધો હતો, અઢી મહિને 4 આરોપીની ધરપકડ
    Next Article
    ટુવા એન્જિનિયરિંગ કોલેજમાં એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર:નેનો ટેકનોલોજી અને ગ્રીન એન્જિનિયરિંગ પર ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment