Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટુવા એન્જિનિયરિંગ કોલેજમાં એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર:નેનો ટેકનોલોજી અને ગ્રીન એન્જિનિયરિંગ પર ચર્ચા કરાઈ

    11 hours ago

    ટુવા એન્જિનિયરિંગ કોલેજ ખાતે "નેનો ટેકનોલોજીમાં નવો યુગ તેમજ ટકાઉ અને ગ્રીન એન્જિનિયરિંગ પ્રેક્ટિસ" વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) અને ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. સેમિનારના પ્રથમ સેશનમાં વિવિધ યુનિવર્સિટીના નિષ્ણાતોએ મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડી હતી. જેમાં ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગાના પ્રો. ડો.કમલેશ ચૌહાણ, એસ.પી.યુનિવર્સિટી, આણંદના ડો.યતી વૈદ્ય અને ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગાના પ્રોફેસર ડો.દત્તાત્રેય સુબેદારનો સમાવેશ થાય છે. કાર્યક્રમના પ્રારંભે પંચમહાલ જિલ્લા શિક્ષણ પ્રચારક મંડળ, ટુવા એન્જિનિયરિંગ કોલેજના પ્રેસિડેન્ટ જે.આર. પટેલ અને આર.આર. પટેલના માર્ગદર્શન હેઠળ મહાનુભાવોનું ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે હર્ષ આર. પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારમાં 102 વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. સેમિનારનું આયોજન કન્વીનર ડો. દિવ્યેશકુમાર દવે અને કો-ઓર્ડીનેટર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ભૂમિકા જોષી દ્વારા કરાયું, જ્યારે પ્રો. સંદીપ પટેલે આભાર વિધિ કરી હતી. વિદ્યાર્થીઓએ આવા જ્ઞાનવર્ધક સેમિનારના આયોજન બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં વર્કશોપ બહાર ત્રણ વાહનોમાં આગ:ડારી વાયરલેસ ઓફિસ સામેના બોડી વર્કશોપમાં ઘટના
    Next Article
    बिजनौर की काशीराम कालोनी में नया मामला, पुलिस फोर्स मौके पर #Nabeel Akhtar News#

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment