Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મહિલા આરક્ષણ બિલને લઇને કોંગ્રેસની પત્રકાર પરિષદ:પ્રભારી સુભાસીની યાદવે કહ્યું પંચાયતી રાજમાં મહિલાઓને સ્થાન રાજીવ ગાંધીજીએ આપ્યું છે, ગેનીબેન ઠાકોર જિલ્લા પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા

    17 hours ago

    મહિલા આરક્ષણ બિલને લઇ હજુ પણ શાસક અને વિપક્ષ આમને સામને જોવા મળી રહી છે. ગઈકાલે ભજો બાદ આજે કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધી કોંગ્રેસ પક્ષ હમેશા મહિલાઓના સન્માન સાથ કામ કરતી હોવાનું જણાવી આ બિલને તાત્કાલિક અસરથી આજે જ પાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસના નેશનલ સેક્રેટરી સુભસીની યાદવે આક્ષેપ કરતા જણાવ્યું કે, મહિલા આરક્ષણના નામે દક્ષિણનું પ્રતિનિધીત્વ ઓછું કરવાનો સરકારનો પ્લાન હતો માટે વિરોધ કરવામાં આવ્યો છે. આજે જ કોઈ શરતો વગર બિલ પાસ કરવામાં આવે તો અમારું સમર્થન છે. સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કર્યા બાદ આ બિલ પસાર થવું જોઇએ પરંતુ આ વાતથી સરકાર સહમત નહિ થાય. મહિલા આરક્ષણ બિલને લઇ ગઈકાલે ભાજપ બાદ કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવમાં આવી હતી જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી સુભાસીની યાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમને નિવેદન આપતા જણાવ્યું હતું કે, અમે આ બિલના સમર્થનમાં છીએ. વિપક્ષ ઇચ્છે છે સર્વપક્ષીય બેઠક બોલાવીને ચર્ચા કરીને આ બિલ પસાર થવું જોઇએ. મહિલા આરક્ષણના નામે દક્ષિણનું પ્રતિનિધીત્વ ઓછું કરવાનો સરકારનો પ્લાન હતો. કોંગ્રેસે પંચાયતી રાજમાં મહિલા આરક્ષણ લાવી અને તેના કારણે આજે અનેક મહિલાઓ સ્થાનિક ચૂંટણીઓ લડીને સંસદ સુધી પહોંચી છે જેનું ઉત્તમ ઉદાહરણ ગુજરાતના એક માત્ર મહિલા સાંસદ કોંગ્રેસના ગેનીબેન ઠાકોર છે જેઓ પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા છે અને તે કોંગ્રેસ પક્ષમાંથી જ આવે છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સુભાસીની યાદવએ કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, ભાજપ જમીની હકિકતથી બહું દૂર રહે છે. આ સ્થાનિક ચૂંટણી છે જેમાં સ્થાનિક મુદ્દાઓની ચર્ચા થાય છે. લોકો રોડ રસ્તા, વરસાદી પાણી ભરાવા જેવા અનેક મુદ્દાઓથી ત્રસ્ત છે. લોકોમાં એક અંડરકરંટ જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં અમેરિકા કે દિલ્લીની ચર્ચાઓ ન થાય પરંતુ સ્થાનિક ચર્ચાઓ થાય જેથી લોકો કોંગ્રેસ સાથે રહેશે અને કોંગ્રેસનું પ્રદર્શન ખુબ સારું આવતી ચૂંટણીમાં જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    જ્વેલર્સ સર્કલ પાસે ધોળા દિવસે ચોરી:તસ્કરોએ માત્ર પોણા બે કલાકમાં ઘરનો નકુચો તોડી કબાટ સાફ કર્યો; સોના-ચાંદીના દાગીના લઈ ફરાર
    Next Article
    વલસાડમાં નકલી દસ્તાવેજોથી પાસપોર્ટ કૌભાંડ:બે ભાઈઓની ધરપકડ, પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment