Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં નકલી દસ્તાવેજોથી પાસપોર્ટ કૌભાંડ:બે ભાઈઓની ધરપકડ, પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો પ્રયાસ

    19 hours ago

    વલસાડમાં નકલી દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વલસાડ સિટી પોલીસ અને SOG દ્વારા સંયુક્ત રીતે હાથ ધરાયેલી તપાસમાં બે સગા ભાઈઓની ધરપકડ કરવામાં આવી છે. આ ભાઈઓએ નકલી જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા દસ્તાવેજો બનાવી સુરત રીજનલ પાસપોર્ટ ઓફિસમાં નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. તેમનો હેતુ પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનો હતો. પ્રાથમિક માહિતી મુજબ, વલસાડના અબ્રામા વિસ્તારમાં રહેતા ભાવિક સંદીપ ફાક્વિર અને પ્રજ્ઞેશકુમાર સંદીપ ફાક્વિર નામના બે ભાઈઓએ વિદેશ જવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તેમની સામે અગાઉ ગુનાહિત ઇતિહાસ હોવાથી તેમને કાયદેસર રીતે પાસપોર્ટ મળવો મુશ્કેલ હતો. આથી, તેઓએ યુકે (UK) ના વિઝા મેળવવા માટે આ ગેરકાયદેસર માર્ગ અપનાવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, જો કોઈ વ્યક્તિના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હોય, તો તેમને યુકેના વિઝા સરળતાથી મળી શકે છે. આ બંને ભાઈઓના માતા-પિતા પોર્ટુગીઝ નાગરિક હતા, પરંતુ તેમના ગુનાહિત ઇતિહાસને કારણે તેમને કાયદેસર રીતે પાસપોર્ટ મળી શકતો નહોતો. આથી, તેઓએ વલસાડ નગરપાલિકાના નકલી જન્મના દાખલા બનાવ્યા અને તેના આધારે આધાર કાર્ડ તથા પાનકાર્ડમાં સુધારા કરાવી નવા પાસપોર્ટ માટે અરજી કરી હતી. જ્યારે પાસપોર્ટ અરજી વલસાડ ટાઉન પોલીસ સ્ટેશનમાં વેરિફિકેશન માટે આવી, ત્યારે પોલીસને શંકા ગઈ. તપાસ કરતાં જાણવા મળ્યું કે, નગરપાલિકામાં જે નંબરના જન્મ પ્રમાણપત્રો રજૂ કરાયા હતા, તેવા કોઈ રેકોર્ડ અસ્તિત્વમાં નહોતા. એસઓજી અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. વલસાડ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 336(2), 336(3), 337, 338, 339, 340(2), 61(2) અને ભારતીય પાસપોર્ટ અધિનિયમ 1967ની કલમ 12(1) હેઠળ ગુનો દાખલ કર્યો છે. ડીવાયએસપી (DySP) એ.કે. વર્માએ જણાવ્યું કે, આ કેસમાં અન્ય કોઈ એજન્ટ કે સરકારી કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં મહિલા આરક્ષણ બિલને લઇને કોંગ્રેસની પત્રકાર પરિષદ:પ્રભારી સુભાસીની યાદવે કહ્યું પંચાયતી રાજમાં મહિલાઓને સ્થાન રાજીવ ગાંધીજીએ આપ્યું છે, ગેનીબેન ઠાકોર જિલ્લા પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા
    Next Article
    વેરાવળમાં રાજકીય ભાષણો બન્યા વિવાદનું કેન્દ્ર:સંયુક્ત મુસ્લિમ સેવા સમાજે પોલીસ કાર્યવાહીની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment