Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્વેલર્સ સર્કલ પાસે ધોળા દિવસે ચોરી:તસ્કરોએ માત્ર પોણા બે કલાકમાં ઘરનો નકુચો તોડી કબાટ સાફ કર્યો; સોના-ચાંદીના દાગીના લઈ ફરાર

    15 hours ago

    શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ ધોળા દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. જ્વેલર્સ સર્કલ પાસે આવેલી સરદાર પટેલ સોસાયટી-1માં એક પરિવાર માત્ર પોણા બે કલાક માટે જમણવારમાં ગયો અને તસ્કરોએ ઘરનો નકુચો તોડી ₹1,97,709 ના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘટનાની વિગતો: ક્યારે અને કેવી રીતે બની ચોરી? સરદાર પટેલ સોસાયટીમાં રહેતા ઉષાબેન જોષીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 7 એપ્રિલના રોજ તેમના પતિ નોકરી પર હતા. બપોરે 12.15 કલાકે ઉષાબેન તેમના પુત્ર અને દિયરની દીકરી સાથે રેલવે ટર્મિનસ પાસે વાડીમાં જમવા ગયા હતા. આ દરમિયાન બંધ મકાનના મેઈન દરવાજાનો નકુચો તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને કબાટમાં રાખેલો સામાન વેરવિખેર કરી દાગીના ચોરી નાસી છૂટ્યા હતા. શું-શું ચોરાયું? તસ્કરો કબાટમાંથી સોનાની બે ચેઈન, બે ચુડી, પોંચી, પાંચ ચુક, કાનની સર, ઓમકાર, પેંડલ અને વીંટી. તો ચાંદીના 4 જોડ છડા, 3 પોંચી, મંગળસૂત્ર, ગાય, 2 કંદોરા અને જાંજરી મળી કુલ ₹1,97,709ના દાગીનાની ઉઠાવી ગયા હતાં. પોલીસ કાર્યવાહી તસ્કરોએ પરિવારની અવરજવર પર અગાઉથી વોચ રાખી હોવાની શક્યતા છે, કારણ કે માત્ર 1 કલાક અને 45 મિનિટના ટૂંકા ગાળામાં જ મકાન શોધીને ચોરીને અંજામ અપાયો છે. બપોરે 2 વાગ્યે પરિવાર પરત ફરતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. આ મામલે બોરતળાવ પોલીસે અજાણ્યા શખ્સો સામે BNS એક્ટ 305(A), 331(3) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    5 દિવસમાં ગરમી સિઝનનો રેકોર્ડ તોડશે, પારો 43°C વટાવશે:રાજકોટ 41°C સાથે અગનભઠ્ઠી બન્યું, રસ્તાઓ ખાલીખમ્મ; મતદાનના દિવસે માથું ફાડી નાખતી ગરમી પડશે
    Next Article
    રાજકોટમાં મહિલા આરક્ષણ બિલને લઇને કોંગ્રેસની પત્રકાર પરિષદ:પ્રભારી સુભાસીની યાદવે કહ્યું પંચાયતી રાજમાં મહિલાઓને સ્થાન રાજીવ ગાંધીજીએ આપ્યું છે, ગેનીબેન ઠાકોર જિલ્લા પંચાયતથી સાંસદ સુધી પહોંચ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment