Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે વર્ષથી નાસતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:ગોધરા તાલુકા પોલીસે બાતમીના આધારે દબોચી લીધો

    2 days ago

    ગોધરા તાલુકા પોલીસે બે વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવીને ઝડપી પાડ્યો છે. દાહોદ જિલ્લાના સાગટાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના ગુનામાં તે વોન્ટેડ હતો. ગોધરા રેન્જ IG વિધિ ચૌધરી અને પંચમહાલ SP ડૉ. હરેશ દૂધાતની સૂચના મુજબ, નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી હતી. આ ઝુંબેશના ભાગરૂપે, ગોધરા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એ.વાય. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન PSI એન.પી. સેલોત અને તેમની ટીમને ખાનગી બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી મહેન્દ્ર તડવી કંકુથાંભલા ચોકડી પાસે હાજર છે. બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ દ્વારા શિબિર:બાળકોમાં ધાર્મિક સંસ્કાર સિંચન હેતુ પક્ષાલ પૂજાનું આયોજન
    Next Article
    લખનઉથી 1008 યાત્રિકો સોમનાથ પહોંચ્યા:'સ્વાભિમાન પર્વ' અંતર્ગત સોરઠી સંસ્કૃતિથી ભવ્ય સ્વાગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment