Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ દ્વારા શિબિર:બાળકોમાં ધાર્મિક સંસ્કાર સિંચન હેતુ પક્ષાલ પૂજાનું આયોજન

    2 days ago

    સુરેન્દ્રનગરના અમિઝરા વાસુપૂજ્ય તીર્થ ખાતે બાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવાના હેતુથી પક્ષાલ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. વેકેશન દરમિયાન જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા આ શિબિર યોજાઈ હતી. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર મનોરંજન કાર્યક્રમો ઉપરાંત જીવદયા, સમાજ સેવા અને ધાર્મિક કાર્યો માટે જાણીતું છે. તાજેતરમાં જ તેમણે પક્ષીઓ માટે 500 પાણીના કુંડા, 200 પક્ષીઘર અને ચણનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત, ત્રણ સ્થળોએ પીવાના પાણીની પરબ અને છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, તેમજ લખતર પ્રાથમિક શાળામાં પાણીનું કુલર મુકવામાં આવ્યું હતું. વેકેશનમાં બાળકો મોબાઈલ અને ટીવી પાછળ સમય ન બગાડે અને જૈન ધર્મના સંસ્કાર મેળવે તે માટે આ આયોજન કરાયું છે. જૈન ધર્મમાં તીર્થંકર ભગવાનની પક્ષાલ પૂજાનું અનેરું મહત્વ છે. સિલ્વર ગ્રુપ વર્ષોથી દેરાસરમાં પક્ષાલ પૂજાના આયોજન માટે સતત પ્રયત્નશીલ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વેકેશનના માહોલ વચ્ચે 6 જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજનના ભાગરૂપે, આજે અમિઝરા વાસુપૂજ્ય તીર્થ, સુરેન્દ્રનગરમાં પક્ષાલ પૂજા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બાળકો પૂજાના વસ્ત્રોમાં જોડાયા હતા. આજના પક્ષાલનું આયોજન શ્રી વાસુપૂજ્ય કલ્યાણ સેવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું. જિનાલયમાં પક્ષાલ પૂજા કરવા આવનાર બાળકોને સિલ્વર ગ્રુપ અને દાતાઓના સહયોગથી ભેટ આપવામાં આવી હતી. અક્ષત હિરેનભાઈ પરીખના આત્મશ્રેયાર્થ રિદ્ધિબેન હિરેનભાઈ પરીખ દ્વારા આ સુંદર કાર્યનો લાભ લેવામાં આવ્યો હતો. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વરના સેક્રેટરી પંકીલ ધોળકિયાએ જણાવ્યું હતું કે, 21 એપ્રિલથી 31 મે સુધી દર રવિવારે અલગ અલગ જિનાલયોમાં પક્ષાલ પૂજા અને ઉપાશ્રયમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનને સફળ બનાવવા માટે સમગ્ર કારોબારી ટીમ મહેનત કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં 630 કરોડપતિ ઉમેદવારો:23% પર ક્રિમિનલ કેસ, માત્ર 13% મહિલાઓને ટિકિટ; 192 ઉમેદવારો પર મહિલાઓ વિરુદ્ધ ગુનાના કેસ
    Next Article
    બે વર્ષથી નાસતો પ્રોહિબિશનનો આરોપી ઝડપાયો:ગોધરા તાલુકા પોલીસે બાતમીના આધારે દબોચી લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment