Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી:વિનાયકનગરમાં ગણેશ મહોત્સવમાં 1008 દીવા પ્રગટાવી આરતી કરાઈ

    13 hours ago

    હિંમતનગરના છાપરીયા વિસ્તારના વિનાયકનગર ખાતે શ્રી અષ્ટવિનાયક ગણપતિ મંદિર પરિસરમાં ગણેશ યુવક મંડળ દ્વારા સતત 30મા વર્ષે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ગણેશ મહોત્સવમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 1008 દીવા પ્રગટાવી ગણપતિદાદાની આરતી કરવામાં આવી હતી. 1008 દીવા સાથે ગણપતિદાદાની આરતી વિનાયકનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ગણેશ યુવક મંડળના યુવકોએ મંદિર પરિસરમાં 1008 દીવા પ્રગટાવ્યા હતા. ત્યારબાદ ગણપતિદાદાની આરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, પાલિકા પ્રમુખ અરુણાબેન કડિયા અને ગણેશ યુવક મંડળના પ્રમુખ અમૃત પુરોહિત સહિત ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આરતી બાદ ધારાસભ્ય વી.ડી.ઝાલા અને પાલિકા પ્રમુખ અરુણાબેન કડિયાએ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી હતી. બાદમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. 30મા વર્ષે ભવ્ય શણગાર અને સેલ્ફી પોઈન્ટ ગણેશ મહોત્સવના 30મા વર્ષ નિમિત્તે વિનાયકનગરના મંદિર પરિસરને આકર્ષક રીતે શણગારવામાં આવ્યું છે. મંદિરને રંગબેરંગી રોશની અને વિવિધ લાઈટોથી સજાવવામાં આવ્યું છે. સાથે જ ભક્તો માટે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. 1008 દીવાની આરતી દરમિયાન મંદિર પરિસરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી.
    Click here to Read More
    Previous Article
    હોસ્પિટલમાં ટોર્ચની લાઈટમાં દર્દીઓની સારવાર:દરરોજ 10 કલાક સુધીનો વીજ કાપ, બાંગ્લાદેશમાં 20 વર્ષનું સૌથી મોટું વીજ સંકટ; ભારત માટે મદદ કરવી મુશ્કેલ
    Next Article
    17-Year-Old Raped, Stabbed To Death In Delhi

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment