Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોસ્પિટલમાં ટોર્ચની લાઈટમાં દર્દીઓની સારવાર:દરરોજ 10 કલાક સુધીનો વીજ કાપ, બાંગ્લાદેશમાં 20 વર્ષનું સૌથી મોટું વીજ સંકટ; ભારત માટે મદદ કરવી મુશ્કેલ

    13 hours ago

    બાંગ્લાદેશ હાલમાં 20 વર્ષના સૌથી ગંભીર વીજળી સંકટનો સામનો કરી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં દરરોજ કલાકો સુધી વીજકાપ થઈ રહ્યો છે. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, બારિશાલની એક હોસ્પિટલમાં બેકઅપ જનરેટરનું ડીઝલ ખતમ થઈ ગયા બાદ નર્સોને મોબાઇલની ટોર્ચના પ્રકાશમાં દર્દીઓની સારવાર કરવી પડી. સંકટ વચ્ચે બાંગ્લાદેશને ભારત તરફથી પણ તાત્કાલિક મોટી રાહત મળવાની શક્યતા ઓછી છે, કારણ કે ભારત પહેલેથી જ તેને 2,656 MWથી વધુ વીજળી આપી રહ્યું છે અને વધારાની વીજળી ઉપલબ્ધ કરાવવા માટે ભારતે પોતાની ઉત્પાદન ક્ષમતા અને ટ્રાન્સમિશન વ્યવસ્થાની પણ સમીક્ષા કરવી પડશે. 2022ની સરખામણીએ ચાર ગણો વધુ વીજળીનો અભાવ બાંગ્લાદેશમાં હાલમાં 3,000થી 3,500 મેગાવોટ વીજળીની અછત છે. એટલે કે જેટલી વીજળીની જરૂરિયાત છે, તેટલી વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું નથી. ઓગસ્ટમાં દેશમાં દરરોજ સરેરાશ આશરે 13 હજાર મેગાવોટ વીજળીનું ઉત્પાદન થયું, જ્યારે જરૂરિયાત 16 હજાર મેગાવોટથી વધુ હતી. એટલે કે દરરોજ આશરે 3 હજાર મેગાવોટ વીજળીની અછત રહી. 2022માં પણ બાંગ્લાદેશમાં વીજળીનું સંકટ આવ્યું હતું. ત્યારે અછત લગભગ 750 મેગાવોટ હતી. એટલે કે આજની અછત તે સમયની સરખામણીએ લગભગ ચાર ગણી છે. વીજળી પેદા કરવા માટે પ્લાન્ટમાં ઈંધણની અછત બાંગ્લાદેશમાં વીજળી પેદા કરતા પ્લાન્ટ પૂરતા છે, પરંતુ તેમને ચલાવવા માટે જરૂરી ઈંધણની અછત ઊભી થઈ છે. ખાસ કરીને કુદરતી ગેસનો પુરવઠો ઘટવાને કારણે ગેસ આધારિત પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતાથી ચાલી શકતા નથી. 2024-25માં બાંગ્લાદેશમાં લગભગ 44% વીજળી ગેસથી ઉત્પન્ન થઈ હતી. પરંતુ દેશમાં ગેસનું ઉત્પાદન સતત ઘટ્યું છે. 2018-19માં સ્થાનિક ગેસનું ઉત્પાદન 27.2 અબજ ઘન મીટર હતું, જે 2024-25માં ઘટીને 19.6 અબજ ઘન મીટર થઈ ગયું. અછત પૂરી કરવા માટે બાંગ્લાદેશે ગેસની આયાત વધારી. આ દરમિયાન આયાતમાં 143%નો વધારો થયો અને તે 3.28 અબજથી વધીને 7.98 અબજ ઘન મીટર થઈ ગઈ. LNG ટર્મિનલ બંધ થવાથી વીજળીનું સંકટ વધ્યું બાંગ્લાદેશ વિદેશથી આવતા ગેસ માટે કોક્સ બજારના મહેશખાલી ખાતે આવેલા LNG ટર્મિનલો પર નિર્ભર છે. 21 જુલાઈએ બે ટર્મિનલમાંથી એકમાં આગ લાગી હતી અને તેને બંધ કરવો પડ્યો. તેના કારણે ગેસની અછત વધુ વધી ગઈ. ઓગસ્ટમાં દરરોજ લગભગ 2,235 મિલિયન ક્યુબિક ફીટ ગેસ મળી રહ્યો હતો, જ્યારે જરૂરિયાત 3,860 મિલિયન ક્યુબિક ફીટની હતી. જોકે, 16 સપ્ટેમ્બરે ધ ડેઇલી સ્ટારે અહેવાલ આપ્યો હતો કે દેશમાં ગેસનું ઉત્પાદન વધ્યા બાદ સપ્લાય હવે પહેલાની જેમ થઈ ગઈ છે. કોલસાના પ્લાન્ટ પણ સંપૂર્ણ ક્ષમતાથી ચાલી રહ્યા નથી ગેસની અછતની સાથે કોલસાથી ચાલતા વીજળીના પ્લાન્ટોમાં થયેલી ખામીઓએ પણ સંકટ વધારી દીધું છે. બાંગ્લાદેશમાં આવા પ્લાન્ટોની કુલ ક્ષમતા આશરે 7,000 મેગાવોટ છે, પરંતુ અનેક પ્લાન્ટો સંપૂર્ણ ક્ષમતાથી ચાલી રહ્યા નથી. ચીન સાથે મળીને બનાવવામાં આવેલા પટુઆખાલીના બે 1,320 મેગાવોટના પ્લાન્ટોમાંથી દરેકમાંથી માત્ર 500થી 800 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું હતું. બીજી તરફ, ભારત સાથે મળીને બનાવવામાં આવેલા 1,100 મેગાવોટના રામપાલ પ્લાન્ટમાં બોયલર ખરાબ થઈ જવાથી ઉત્પાદન ઘટીને 657 મેગાવોટ રહી ગયું હતું. વીજકાપની ગારમેન્ટ ઇન્ડસ્ટ્રી પર અસર પડી વીજળી સંકટની મોટી અસર બાંગ્લાદેશના ગારમેન્ટ સેક્ટર પર પડી છે. દેશની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસમાં આ સેક્ટરનો હિસ્સો 80%થી વધુ છે. BKMEAના સર્વે મુજબ, 55% નિટવેર ફેક્ટરીઓના ઓર્ડર રદ થયા અથવા ઘટ્યા. 78% ફેક્ટરીઓમાં ઉત્પાદન ઘટ્યું, જ્યારે 87%ને માલ મોકલવામાં વિલંબ થયો. વીજળીની અછતને કારણે નિટિંગનું ઉત્પાદન 37-38%, ડાઇંગનું 51% અને ગારમેન્ટ સિલાઈનું ઉત્પાદન 40% સુધી ઘટી ગયું. ગેસ અને વીજળીની અછતને કારણે આશરે 600 ટેક્સટાઇલ ફેક્ટરીઓમાં ઉત્પાદન બંધ થવાના અહેવાલ પણ છે. ઘણા વિસ્તારોમાં 3થી 10 કલાક વીજકાપ વીજળી સંકટની અસર સામાન્ય લોકો પર પણ પડી રહી છે. મયમનસિંહ, બરિશાલ, રંગપુર, સિલહટ, રાજશાહી અને ખુલનામાં ઘણી જગ્યાએ દરરોજ 3થી 10 કલાક સુધી વીજળી કાપવામાં આવી રહી છે. બરિશાલ જનરલ હોસ્પિટલમાં દર એક-બે કલાકે વીજળી જતી રહી હતી. જનરેટર માટેનું ડીઝલ ખતમ થયા બાદ નર્સોએ મોબાઇલની ટોર્ચના પ્રકાશમાં દર્દીઓની સારવાર કરી. વીજળી સંકટ મુદ્દે સરકાર અને વિપક્ષ આમને-સામને વીજળી કાપના વિરોધમાં દેશના અનેક ભાગોમાં પ્રદર્શનો યોજાયા છે. સપ્ટેમ્બરમાં જમાત-એ-ઇસ્લામીના નેતૃત્વ હેઠળના 11 પક્ષોના ગઠબંધને ઢાકા-ચટગાંવ માર્ચ યોજ્યો હતો. પ્રધાનમંત્રી તારિક રહમાને 5 સપ્ટેમ્બરે સંકટથી પ્રભાવિત લોકોની માફી માગી હતી. તેમણે 9 સપ્ટેમ્બરે કહ્યું હતું કે સરકાર આયાતી ઊર્જા પરની નિર્ભરતા ઘટાડવા માટે સૌર ઊર્જાની લાંબા ગાળાની યોજના બનાવી રહી છે. સરકારે સંકટ માટે અગાઉની અવામી લીગ સરકારની નીતિઓને જવાબદાર ગણાવી છે. બીજી તરફ, વિપક્ષે વર્તમાન સરકાર પર સંકટનો સામનો કરવામાં ગેરવહીવટ અને વિલંબના આરોપ લગાવ્યા છે. સંકટનું મૂળ માત્ર વીજળીની અછત નથી બાંગ્લાદેશની વર્તમાન મુશ્કેલી પાછળ અનેક કારણો એકસાથે કામ કરી રહ્યાં છે. ગેસ પરની વધુ પડતી નિર્ભરતા, સ્થાનિક ગેસ ઉત્પાદનમાં ઘટાડો, મોંઘી આયાત અને કેટલાક વીજળી પ્લાન્ટોમાં આવેલી તકનીકી ખામીઓએ સ્થિતિ વધુ ખરાબ કરી છે. સ્થાનિક ગેસનું ઉત્પાદન વધવાથી અને બંધ પડેલા પ્લાન્ટ ફરી શરૂ થવાથી રાહત મળી શકે છે. પરંતુ લાંબા ગાળે બાંગ્લાદેશે આયાતી ઈંધણ પરની નિર્ભરતા ઘટાડવાની અને વીજળી વ્યવસ્થાને મજબૂત કરવાની જરૂર પડશે. ------------------------ આ સમાચાર પણ વાંચો: 'અમે કેનેડા પર રાજ કરીશું, કોઈ નહીં રોકી શકે':અમારી ટીમમાં 5000થી વધુ શૂટર્સ, લોરેન્સ ગેંગની કેનેડા સરકારને ધમકી; પત્ર સામે આવ્યો ગેંગસ્ટર લોરેન્સ ગેંગે કેનેડા સરકારને તેમના દેશ પર રાજ કરવાની ધમકી આપી હતી. આ માટે ભારતમાંથી પત્ર મોકલવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો છે કે પત્ર વર્ષ 2025માં કેનેડા સરકારને મોકલવામાં આવ્યો હતો. હવે કેનેડાના મીડિયા હાઉસ CBC ન્યૂઝે આ પત્ર મેળવીને સમગ્ર મામલાનો ખુલાસો કર્યો છે. લોરેન્સ અમદાવાદની સાબરમતી જેલમાં છે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી:51 હજારથી વધુ દીવડાઓના પ્રકાશથી SOU પરિસર ઝળહળી ઊઠ્યું
    Next Article
    હિંમતનગરમાં પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી:વિનાયકનગરમાં ગણેશ મહોત્સવમાં 1008 દીવા પ્રગટાવી આરતી કરાઈ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment