Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી:51 હજારથી વધુ દીવડાઓના પ્રકાશથી SOU પરિસર ઝળહળી ઊઠ્યું

    13 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નર્મદા જિલ્લામાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ‘સેવા સંકલ્પ અભિયાન-2026’ અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાત્રિના સમયે 51 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવી વડાપ્રધાન મોદીના દીર્ઘાયુષ્ય માટે આશીર્વાદની કામના કરવામાં આવી હતી. દીવડાઓના પ્રકાશથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ઝળહળી ઊઠ્યું 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે નર્મદા જિલ્લામાં પણ વિવિધ આઇકોનિક અને ધાર્મિક સ્થળોએ ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ યોજાયો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 51 હજારથી વધુ દીવડાઓ પ્રગટાવવામાં આવતા સમગ્ર વિસ્તાર દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઊઠ્યો હતો. મોટી સંખ્યામાં લોકો પણ આ ઉજવણીમાં જોડાયા હતા. મંત્રી સહિત ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં ગુજરાત સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી રમણભાઈ સોલંકી, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ અને પૂર્વ મંત્રી શબ્દશરણ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો અને કાર્યકરોએ પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એક મહિના સુધી વિવિધ કાર્યક્રમો યોજાશે ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી તેમજ તેમના 25 વર્ષના સુશાસનની ઉજવણીના ભાગરૂપે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી એક મહિના દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાશે. આ શ્રેણીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર મહાનગરપાલિકાની અપીલ, ગણેશ મૂર્તિનું વિસર્જન કૃત્રિમ કુંડમાં કરો:પર્યાવરણ અને સ્વચ્છતા માટે અસ્માવતી ઘાટ પર કુંડ તૈયાર
    Next Article
    હોસ્પિટલમાં ટોર્ચની લાઈટમાં દર્દીઓની સારવાર:દરરોજ 10 કલાક સુધીનો વીજ કાપ, બાંગ્લાદેશમાં 20 વર્ષનું સૌથી મોટું વીજ સંકટ; ભારત માટે મદદ કરવી મુશ્કેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment