Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધંધુકામાં હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર:નગરપાલિકાએ ખાટકીવાડ અને નસીબ સોસાયટીમાં પોલીસ બંદોબસ્ત સાથે મોટાપાયે તોડફોડની કામગીરી હાથ ધરી

    17 hours ago

    ધંધુકા નગરપાલિકા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો વિરુદ્ધ તંત્ર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહી ખાસ કરીને ખાટકીવાડ અને નસીબ સોસાયટી વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝરની ગર્જના દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે સુનિશ્ચિત કરવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તંત્ર દ્વારા બુલડોઝર સહિતના સાધનોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવી રહ્યા છે. હિસ્ટ્રીશીટરોના ગેરકાયદેસર બાંધકામો મુખ્ય લક્ષ્ય સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી મુખ્યત્વે જૂના 3 હિસ્ટ્રીશીટર વ્યક્તિઓ દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને લક્ષ્ય બનાવીને કરવામાં આવી રહી છે. આવા બાંધકામોને તોડી પાડવાની કામગીરી ચાલુ રહેશે. આરોપીઓ વિરુદ્ધ પશુ તસ્કરી અને પશુ હત્યા અંગે ગુનાઓ માં સંડોવાયેલા હતા ધંધુકામાં ખાટકી વાડ વિસ્તારમાં ત્રણ દબાણો દૂર કરાયા જેમાં આરોપીઓ વિરુદ્ધ પશુ તસ્કરી અને પશુ હત્યા અંગે ગુનાઓ માં સંડોવાયેલા હતા.જ્યારે ધર્મેશ ગમારા હત્યા કાંડ ના મુખ્ય આરોપી રીઝવાન મણિયારના ઘર પર તંત્ર એ બુલ ડોઝર ફેરવી દીધું હતું.આ ઉપરાંત પહેલા પણ હાઈવે પર ગેરકાયદેસર 15 દબાણો દૂર કરાયા હતા કુલ મળીને અત્યાર સુધીમાં કુલ 22 ઉપરાંત દબાણો હટાવવામાં આવ્યા છે નાગરિકોને કાયદાનું પાલન કરવા વહીવટી અપીલ નગરપાલિકા તંત્રએ નાગરિકોને ગેરકાયદેસર બાંધકામો ન કરવા અને કાયદાનું પાલન કરવા અપીલ કરી છે, જેથી ભવિષ્યમાં આવી કાર્યવાહી ટાળી શકાય. આ સમાચાર પણ વાંચો ધંધુકા ધર્મેશ ગમારા હત્યા કેસ:બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર, બંનેને પોલીસ દોરડે બાંધી પોલીસ ચોંકી સુધી ખેંચી ગઈ ધંધુકાના ધર્મેશ ગમારા હત્યા કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. આ કેસના બંને આરોપીઓ રિઝવાન મણિયાર અને સમીર અમદાણીને આજે ધંધુકા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેની સામે કોર્ટે બંને આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. (સંપૂર્ણ અહેવાલ વાંચવા ક્લિક કરો) આ પણ વાંચો ધંધુકા ધર્મેશ ભરવાડની હત્યા મામલે કલેક્ટરને હિંદુ સંગઠનનોનું આવેદનપત્ર:આરોપીને ફાંસીની સજા અને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવા માગ ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાનો મામલે આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે અમદાવાદ ક્લેકટર ઓફીસ ખાતે બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. છેલ્લા 10 વર્ષમાં 5 જેટલી હત્યાના બનાવ મામલે ધંધુકામાં કાયદો વ્યવસ્થા કથડી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.(સંપૂર્ણ અહેવાલ વાંચવા ક્લિક કરો)
    Click here to Read More
    Previous Article
    સંસ્કારી નગરી વડોદરા ભક્તિના રંગે રંગાશે:શ્રી સ્વામિનારાયણ મંદિર વાડીના 150 વર્ષ પૂર્ણ થતાં ‘સાર્ધ શતાબ્દી મહોત્સવ’નું આયોજન, 30 હજાર જેટલા લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા, શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બનશે
    Next Article
    SP યુનિવર્સિટીમાં શિક્ષણ સુધારવા વિશેષ પહેલ:5 દિવસીય 'આઉટકમ બેઝ્ડ એજ્યુકેશન' ટ્રેનિંગનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment