Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઝાદી પહેલાના ‘અછત મેન્યુઅલ’ માં સુધારો જરૂરી:બન્નીના 1.50 લાખ પશુધનમાંથી માત્ર 30 હજારને જ મળશે ઘાસ : બાકીના પશુઓને શું ખવડાવવું ?

    2 days ago

    કચ્છમાં વરસાદ ખેંચાઈ જતા ઊભી થયેલી ઘાસચારાની અછત વચ્ચે રાજ્ય સરકારે ફોરેસ્ટના ગોડાઉનોમાંથી ₹ 2 ના રાહત દરે ઘાસ આપવાની કરેલી જાહેરાત આવકાર્ય છે. પરંતુ, આ યોજના હેઠળ ‘એક કુટુંબના ઘાસ કાર્ડ દીઠ માત્ર 5 પશુઓ’ નો જ સમાવેશ કરવાનો નિયમ માલધારી વર્ગ માટે મુશ્કેલીનું કારણ બની ગયો છે. કચ્છના અજોડ ગણાતા બન્ની પંથકમાં આ કાયદાકીય આંટીઘૂંટીના કારણે મોટી સમસ્યા સર્જાઈ છે, કારણ કે અહીંના પશુપાલકો પાસે વંશપરંપરાગત રીતે 50 થી લઈને 150 જેટલા પશુઓ હોય છે. બન્ની પંથકની ભૌગોલિક સ્થિતિ પર નજર કરીએ તો, અહીંના 48 થી વધુ નાના-મોટા નેસડા અને 19 જેટલા મુખ્ય જૂથ ગામોમાં આશરે 7,500 થી 8,000 પશુપાલક પરિવારો વસવાટ કરે છે. આશરે 40,000 થી 45,000 ની માનવ વસ્તી ધરાવતા આ વિસ્તારના 90% લોકોનો આજીવન વ્યવસાય સંપૂર્ણપણે પશુપાલન અને દૂધ પર નભે છે. અહીં માનવ વસ્તી કરતા પશુધનની સંખ્યા ત્રણ ગણી વધારે એટલે કે અંદાજિત 1,50,000 જેટલી છે. સરકારી નિયમ મુજબ, બન્નીના 7,500 પરિવારોને કાર્ડ દીઠ 5 પશુની મર્યાદામાં ગણતરી કરીએ તો માંડ 37,500 પશુઓને જ રાહત દરના ઘાસનો લાભ મળી શકે. બાકીના 1,12,500 જેટલા અબોલ પશુઓ સરકારી ઘાસથી તદ્દન વંચિત રહી જાય તેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આઝાદી પહેલાનું ‘અછત મેન્યુઅલ’ અને જૂના કાયદાની મર્યાદા તંત્ર દ્વારા હાલમાં આઝાદી પહેલાના જૂના ‘અછત મેન્યુઅલ’ મુજબ અમલ કરવામાં આવી રહ્યો છે. આ મેન્યુઅલમાં માલધારીની માત્ર બે જ વ્યાખ્યાઓ હતી: એક, 2 એકર જમીન અને 5 પશુ ધરાવતો ખેડૂત; અને બીજું, ઘાસ માટે સ્થળાંતર કરતો ઘુમતો માલધારી. સમય અને સ્થિતિ બદલાવા છતાં આ કાયદામાં કોઈ ફેરફાર થયો નથી, જે આજની પરિસ્થિતિમાં બન્ની માટે તદ્દન અવ્યવહારુ છે. અબોલ જીવોને બચાવવા 2018 ના ઐતિહાસિક દાખલા મુજબની માંગ 5 પશુઓના કાયદાથી ઘાસ વિહોણા રહી જતા સવા લાખ પશુઓને બચાવવા માટે સ્થાનિક માલધારીઓએ 2018 ના દુષ્કાળનો ઐતિહાસિક દાખલો ટાંકીને સરકાર સમક્ષ માંગ કરી છે. 2018 માં પણ શરૂઆતમાં આ જ નિયમ હતો, પરંતુ પરિસ્થિતિની ગંભીરતા સમજીને ‘કેટલ કેમ્પ’ (ઢોરવાડા) વખતે એક પશુપાલક દીઠ 40 પશુઓની છૂટછાટ આપવામાં આવી હતી. આ જૂના મેન્યુઅલમાં સુધારો કરી, બન્ની વિસ્તારને ‘ખાસ કિસ્સા’ તરીકે ગણીને 2018 ની જેમ જ પશુ મર્યાદામાં તાત્કાલિક રાહત આપવામાં આવે તેવી માલધારી વર્ગ દ્વારા પ્રબળ માંગ ઉઠાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોકરોચ જનતા પાર્ટીની સંસદ માર્ચ આજે:આખી રાત જંતર-મંતર પર એકઠા થયા પ્રદર્શનકારીઓ, બેરિકેડ તોડ્યા; વાંગચુક હોસ્પિટલમાં, પત્ની પ્રદર્શનમાં જોડાશે
    Next Article
    યુવક 51 શક્તિપીઠોની સાઇકલ યાત્રા:ભાયલીનો યુવક સાઇકલ પર ભારત-નેપાળના ધ્વજ લગાવી કાઠમંડુ પહોંચ્યો પોલીસે કહ્યું,બંને દેશના ઝંડા સાથે નહીં ચાલે, અંતે તિરંગા સાથે જવા દેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment