Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરે કૃષ્ણ મંદિર ભાડજમાં પાટોત્સવ સંપન્ન:મહા અભિષેક અને પાલખી ઉત્સવ સાથે ભક્તિમય માહોલ

    3 days ago

    હરે કૃષ્ણ મંદિર, ભાડજ ખાતે પાંચ દિવસીય પાટોત્સવનું મહા અભિષેક સાથે સમાપન થયું. આ વાર્ષિક ઉત્સવ ભગવાન રાધા માધવ, લક્ષ્મી નૃસિંહદેવ અને નિતાઈ ગૌરાંગના ભાડજ મંદિરમાં પ્રાકટ્ય અને સ્થાપનાની ઉજવણી કરે છે. મંદિરનું લોકાર્પણ 21 એપ્રિલ, 2015ના રોજ અક્ષય તૃતીયાના શુભ દિવસે થયું હતું. પાટોત્સવના પાંચમા અને અંતિમ દિવસે, ભગવાન રાધા માધવને નવા અને શોભાયમાન વસ્ત્રો, સુંદર ફૂલો તથા આભૂષણોથી અલંકૃત કરવામાં આવ્યા હતા. સમગ્ર મંદિરને વિવિધ ફૂલો અને પ્રકાશથી સુશોભિત કરીને સુંદર શૃંગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ભગવાનને મંદિર પ્રાંગણમાં સુવર્ણ રથ પર વિહાર માટે પધરાવવામાં આવ્યા. ભક્તો દ્વારા ભગવાનને વિશેષ સેવા તરીકે 108 પ્રકારના રાજભોગ અર્પણ કરાયા હતા. આ પછી, 'ચૂર્ણ અભિષેક' વિધિ યોજાઈ, જેમાં સાત પવિત્ર નદીઓના જળ સમાવવામાં આવેલા 108 પવિત્ર કળશોથી અભિષેક કરવામાં આવ્યો. આ દરમિયાન, ભક્તોએ ઋગ્વેદના પુરુષ સૂક્તનું પઠન કરીને મહાપ્રભુનો મહિમા કર્યો. ઉત્સવનું સમાપન મહા આરતી અને ભવ્ય પાલખી ઉત્સવ સાથે થયું. આ પ્રસંગે ભક્તોએ હરે કૃષ્ણ મહામંત્રના કીર્તન સાથે ઉત્સાહપૂર્વક નૃત્ય કર્યું, જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું.
    Click here to Read More
    Previous Article
    AAPના 'હવાલા કાંડ'માં ITની એન્ટ્રી:દિલ્હીથી આંગડિયામાં આવેલા ₹1.25 કરોડથી ગરીબોને ખરીદી 'બબાલ' કરાવવાનો હતો પ્લાન, પોલીસ તપાસમાં ખુલાસો
    Next Article
    અવધ એક્સપ્રેસનું એન્જિન ખોટકાયું, મુસાફરો અટવાયા:ગોધરા નજીક બે કલાક બાદ ટ્રેન બાંદ્રા રવાના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment