Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અવધ એક્સપ્રેસનું એન્જિન ખોટકાયું, મુસાફરો અટવાયા:ગોધરા નજીક બે કલાક બાદ ટ્રેન બાંદ્રા રવાના

    6 days ago

    ગોધરા નજીક મોડી રાત્રે અવધ એક્સપ્રેસનું એન્જિન ખોટકાઈ ગયું હતું. આ ઘટનાને કારણે ટ્રેનમાં સવાર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બે કલાકના વિલંબ બાદ અન્ય એન્જિન જોડીને ટ્રેનને બાંદ્રા ટર્મિનલ તરફ રવાના કરવામાં આવી હતી. બરૌનીથી બાંદ્રા ટર્મિનલ જઈ રહેલી અવધ એક્સપ્રેસના એન્જિનમાં અચાનક મોટી ટેકનિકલ ખામી સર્જાઈ હતી. ગોધરાથી આશરે 5 કિલોમીટર દૂર આવેલા કાસુડી રેલવે સ્ટેશન નજીક મોડી રાત્રે ટ્રેનનું એન્જિન ખોટકાઈ જતાં ટ્રેન થંભી ગઈ હતી. મોડી રાત્રિના સમયે અને આકરી ગરમીમાં ટ્રેન અટકી પડવાથી મુસાફરોની હાલત કફોડી બની હતી. આ ટ્રેન અગાઉથી જ બે કલાક મોડી ચાલી રહી હતી, જેમાં એન્જિન ખોટકાવાની ઘટના ઉમેરાતા મુસાફરોની મુશ્કેલીમાં વધુ વધારો થયો હતો. રેલવે તંત્ર દ્વારા તાત્કાલિક અન્ય એન્જિનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં લગભગ બે કલાકનો સમય લાગ્યો હતો. નવું એન્જિન જોડ્યા બાદ ટ્રેન મોડી રાત્રે 12:13 કલાકે ગોધરા રેલવે સ્ટેશન પહોંચી હતી અને ત્યાંથી બાંદ્રા ટર્મિનલ તરફ આગળ વધી હતી.
    Click here to Read More
    Previous Article
    હરે કૃષ્ણ મંદિર ભાડજમાં પાટોત્સવ સંપન્ન:મહા અભિષેક અને પાલખી ઉત્સવ સાથે ભક્તિમય માહોલ
    Next Article
    Stock Market LIVE Updates, Sensex Today: Sensex Jumps 600 Points Higher, Nifty Up 160 Amid Mixed Global Cues

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment