Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    AAPના 'હવાલા કાંડ'માં ITની એન્ટ્રી:દિલ્હીથી આંગડિયામાં આવેલા ₹1.25 કરોડથી ગરીબોને ખરીદી 'બબાલ' કરાવવાનો હતો પ્લાન, પોલીસ તપાસમાં ખુલાસો

    2 days ago

    સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ આવ્યો છે. આમ આદમી પાર્ટી માટે દિલ્હીથી હવાલા માર્ગે મોકલાયેલા કરોડો રૂપિયાના ફંડિંગમાં હવે ઈન્કમટેક્સ વિભાગે પણ ઝંપલાવ્યું છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ નાણાંનો મુખ્ય હેતુ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ગરીબ મતદારોને રોકડ વહેંચીને પ્રભાવિત કરવાનો અને ત્યારબાદ તે જ લોકો પાસે ચૂંટણીમાં બબાલ અને અશાંતિ ઊભી કરાવવાનો હતો. આ સમગ્ર સિન્ડિકેટ દિલ્હીથી ઓપરેટ થઈ રહી હોવાનું ખૂલતા રાજકીય વર્તુળોમાં ફફડાટ વ્યાપી ગયો છે. 1.25 કરોડનું હવાલા ટ્રાન્ઝેક્શન ક્રાઈમ બ્રાંચને મળેલી બાતમી મુજબ, દિલ્હીના જનકપુરીમાં રહેતા હિમાંશુ પાહુજાએ સુરતની આંગડિયા પેઢીઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. મહિધરપુરાની 'અરવિંદ હિરેન' આંગડિયા પેઢીમાં છેલ્લા 5-6 મહિનામાં અંદાજે 1.25 કરોડ આવ્યા હતા. આ રકમ લેવા માટે સુરતનો આકાશ મિશ્રા અને અજય તિવારી વારંવાર જતા હતા. આકાશ મિશ્રાની અટકાયત બાદ હવે પોલીસ અને આઈટી વિભાગ આ નાણાં કયા કયા ઉમેદવારોના ખિસ્સા સુધી પહોંચ્યા તેની તપાસ કરી રહી છે. હિમાંશુ પાહુજાનું દિલ્હીના 'મંત્રી' સાથે સીધું કનેક્શન તપાસમાં સૌથી મહત્વનું પાત્ર હિમાંશુ પાહુજા છે, જે આમ આદમી પાર્ટીના એક વગદાર મંત્રીનો અત્યંત નજીકનો હોવાનું માનવામાં આવે છે. આંગડિયા મારફતે નાણાં મોકલવા પાછળ હિમાંશુનો મુખ્ય હાથ હતો. આ કેસમાં 8 થી 10 લોકોની એક આખી સિન્ડિકેટ સક્રિય છે, જે ચૂંટણી દરમિયાન નાણાંની હેરફેરનું સંચાલન કરે છે. પોલીસ હવે દિલ્હી જઈને હિમાંશુની પૂછપરછ કરવાની તૈયારીમાં છે, જેથી ફંડના અસલી સ્ત્રોત સુધી પહોંચી શકાય. આંગડિયા પેઢીના CCTV ફૂટેજે પોલ ખોલી પોલીસે જે આંગડિયા પેઢીમાં નાણાં આવ્યા હતા તેના માલિકની પૂછપરછ કરી છે અને ત્યાંથી મહત્વના CCTV ફૂટેજ કબજે કર્યા છે. આ ફૂટેજમાં આકાશ મિશ્રા અને અજય તિવારી નાણાં લેવા માટે આવતા સ્પષ્ટ દેખાય છે. આ પુરાવાઓના આધારે પોલીસે તપાસ તેજ કરી છે. આ રોકડ રકમ કયા વાહન દ્વારા અને કઈ રીતે સુરતના વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવી, તેની વિગતો પણ પોલીસ એકઠી કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં 'કેશ ફોર વોટ' અને હિંસાનો માસ્ટર પ્લાન પોલીસ અને આઈટીની તપાસમાં એક ભયાનક સત્ય સામે આવ્યું છે. દિલ્હીથી આવેલી આ તોતિંગ રકમનો ઉપયોગ સુરતના રૂરલ વિસ્તારોના જરૂરિયાતમંદ મતદારોને રીઝવવા માટે થવાનો હતો. લાલચ આપીને મત મેળવવાની સાથે સાથે, આ મતદારોને ઉશ્કેરીને ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા અને હિંસક બબાલ કરાવવાનો પણ બદઇરાદો હતો. લોકશાહીને નાણાં અને હિંસાના જોરે પ્રભાવિત કરવાની આ રમતનો પોલીસે સમયસર પર્દાફાશ કર્યો છે. ઇન્કમટેક્સની એન્ટ્રી કરોડો રૂપિયાના બિનહિસાબી વ્યવહારો હોવાથી હવે ઇન્કમટેક્સ વિભાગ પણ એક્શન મોડમાં છે. આઈટી અધિકારીઓએ પોલીસ પાસેથી આ કેસની તમામ ડિટેલ્સ મેળવી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં આઈટી વિભાગ મોટા પાયે દરોડા પાડી શકે છે અને આમ આદમી પાર્ટીના ફંડિંગને લઈને 'મોટા ધડાકા' કરે તેવી શક્યતા છે. આર્થિક ગુનાખોરીના આ નેટવર્કને તોડવા માટે એજન્સીઓ કામે લાગી છે. આગામી દિવસોમાં 'મોટા માથાઓ' પર લટકતી તલવાર હાલમાં પોલીસે આકાશ મિશ્રાનું નિવેદન લઈને તેને મુક્ત કર્યો છે, પરંતુ અજય તિવારી અને દિલ્હીના હિમાંશુ પાહુજાની ધરપકડ ગમે ત્યારે થઈ શકે છે. આ કેસમાં સુરતના કેટલાક સ્થાનિક નેતાઓના નામ પણ ઉછળે તેવી શક્યતા છે. હવાલા કાંડમાં જે રીતે હાઈ-પ્રોફાઈલ લોકોના નામ સામે આવી રહ્યા છે, તે જોતા સુરતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેર જોવા મળી શકે છે. સુરત પોલીસ અને એજન્સીઓનું કડક વલણ સુરત પોલીસ કમિશનરે આ કેસમાં ઝીણવટભરી તપાસના આદેશ આપ્યા છે. આઈટી વિભાગ સાથે મળીને પોલીસ હવે એ દિશામાં કામ કરી રહી છે કે આ હવાલાના રૂપિયા અન્ય કયા કયા શહેરોમાં મોકલવામાં આવ્યા હતા. પોલિટિકલ હવાલા કાંડમાં જેમ-જેમ કડીઓ જોડાતી જાય છે, તેમ તેમ 'આપ'ની મુશ્કેલીઓ વધી રહી છે. સત્ય બહાર લાવવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને આંગડિયાના ચોપડાઓની પણ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રંગીલા રાજકોટની રળયામણી રાત પણ ગરમ:41°C સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આજે પારો 42°એ પહોંચશે; અમદાવાદ-વડોદરા અને અમરેલીનું તાપમાન 41°ને વટાવશે
    Next Article
    હરે કૃષ્ણ મંદિર ભાડજમાં પાટોત્સવ સંપન્ન:મહા અભિષેક અને પાલખી ઉત્સવ સાથે ભક્તિમય માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment