Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગનો મામલો ગરમાયો:ઇમિટેશનના વેપારીના પ્લોટ પર કબજો કરનાર પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ

    11 hours ago

    રાજકોટના લાખાજીરાજ ઉદ્યોગનગર વિસ્તારમાં એક 33 વર્ષીય ઈમિટેશન વેપારીના પ્લોટ પર ગેરકાયદે કબજો કરી ધમકી આપવાના આક્ષેપો સાથે થોરાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં થોરાળા પોલીસ મથકમાં પ્રશાંતભાઈ સુરેશભાઈ જાદવ(ઉ.વ.33) નામના ઈમિટેશનના વેપારીએ આરોપી તરીકે ભૂપત અનક ખાચર અને રવિ ભૂપત ખાચરના નામ આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે ફેબ્રુઆરી 2023માં નોંધાયેલા દસ્તાવેજથી ખુલ્લો પ્લોટ ખરીદી કબજો સંભાળ્યો હતો. ફરિયાદ મુજબ, ખરીદી બાદ થોડા જ દિવસોમાં પ્લોટ પર આવેલી જૂની ઓરડીને પાકી બનાવવા કામ શરૂ કરવામાં આવ્યું હતું. સ્થળ પર હાજર ભૂપતભાઈ અનકભાઈ ખાચર અને તેમના પુત્ર રવિભાઈ ભૂપતભાઈ ખાચરે પ્લોટ પોતાનો હોવાનું કહી ફરિયાદી અને તેમના 59 વર્ષીય પિતા, નિવૃત્ત વૃદ્ધ સામે ધમકીઓ આપી હતી. “આ વિસ્તારમાં રહેવું હોય તો પ્લોટ પાસે દેખાતા નહીં, નહીં તો ટાંટિયા ભાંગી નાખીશું” એવી ધમકી અપાઈ હોવાનું જણાવાયું છે. વધુમાં ફરિયાદમાં ઉલ્લેખ છે કે, રાત્રે ઘરે આવી રવિભાઈએ રૂ.22 લાખની માગણી કરી હતી અને “પ્લોટ જોઈએ તો પૈસા આપ, નહીં તો જાનથી મારી નાખીશ” કહી ધમકાવી ગયો હતો. ફરિયાદીએ કલેક્ટર કચેરી, પીજીવીસીએલ તેમજ સિવિલ કોર્ટમાં રજૂઆતો કર્યા બાદ અંતે સેશન્સ કોર્ટે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ ગુનો નોંધવા આદેશ આપ્યો છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પોલીસે અગાઉ ઢીલી નીતિ અપનાવી હોય તેવું ચિત્ર સ્પષ્ટ થયું છે. કારણ કે, સેશન્સ કોર્ટના હુકમના આધારે આ ગુનો પોલીસે નોંધવો પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સાબરમતીમાં સોનુ-ચાંદી અને સિક્કાઓ મળે છે?, VIDEO:'અમને આવા જૂના પૈસા મળે છે', ધૂળ ફંફોસતા લોકોએ શું શું કહ્યું?
    Next Article
    ગાંજો ઝડપાયો:રાજકોટમાં હવે પાનના ગલ્લે પણ ગાંજો વેચાય છે, ધંધાર્થી પકડાયો: સપ્લાયર ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment