Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંજો ઝડપાયો:રાજકોટમાં હવે પાનના ગલ્લે પણ ગાંજો વેચાય છે, ધંધાર્થી પકડાયો: સપ્લાયર ફરાર

    9 hours ago

    શહેરમાં યુવાધનને બરબાદ કરવા ડ્રગ્સ પેડલરો અવનવા નુસખા અપનાવી રહ્યા છે. ત્યારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પાન-બીડીના ધંધાની આડમાં નશાનો સામાન વેચાતો હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ગાંધીગ્રામ પોલીસે પાનની કેબિન ચલાવતા એક શખ્સને છૂટકમાં ગાંજાની પડીકીઓ વેચતા રંગે હાથ ઝડપી પાડ્યો છે. આ શખ્સને ગાંજો પૂરો પાડનાર કોઈ મોટો માફિયા નહીં, પણ રાજકોટનો જ એક સફાઈ કામદાર હોવાનું ખૂલતા પોલીસે તે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ હર્ષાબેન ગઢવીની સૂચનાથી પીએસઆઈ વી.ડી. રાવલિયા અને તેમની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ રોહિતદાન ગઢવીને સચોટ બાતમી મળી હતી કે, એસ.કે. ચોક પાસે આવેલી ગંગેશ્વર મહાદેવ મંદિરવાળી શેરી નં.2/બ માં નરસી નાગર નામનો શખ્સ ગાંજાનો જથ્થો લઈને આવવાનો છે. બાતમીના આધારે પોલીસે તુરંત વોચ ગોઠવીને શંકાસ્પદ હાલતમાં પસાર થતા નરસિંહ મુળજી નાગર (ઉ.વ.45, રહે. ગાંધીગ્રામ) ને આંતરી લીધો હતો. તેની તલાશી લેતા તેની પાસેથી 16 હજારની કિંમતનો 320 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની આકરી પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે, એક સફાઈ કામદાર તેને આ જથ્થો આપી ગયો હતો અને તે પોતાની પાનની કેબિનેથી બંધાણીઓને છૂટકમાં પડીકીઓ વેચતો હતો. પોલીસે સફાઈ કર્મચારીને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે. બીજી તરફ આ સફાઈ કામદાર ગાંજાનો વેપલો કઈ-કઈ જગ્યાએ કરતો અને જથ્થો ક્યાંથી મગાવતો તે સહિતની બાબતો તેની ધરપકડ બાદ જ બહાર આવશે. હાલ પોલીસે આરોપીનો મોબાઈલ જપ્ત કરી ફરાર સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પકડાયેલો નરસિંહ નાગર પોલીસ માટે કોઈ નવો ચહેરો નથી. તે અગાઉ શહેરના પોશ વિસ્તાર ગણાતા રેસકોર્સ નજીકથી પ્ર.નગર પોલીસના હાથે પણ ગાંજા સાથે પકડાઈ ચૂક્યો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગનો મામલો ગરમાયો:ઇમિટેશનના વેપારીના પ્લોટ પર કબજો કરનાર પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    Gujarat Titans All Out For 100, Yet Shubman Gill Throws Bowlers Under The Bus For 99-Run Defeat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment