Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમ્બરગ્રીસ ઝડપાયું:ભરૂચથી ડિંડોલી આવેલું એક કરોડનું એમ્બરગ્રીસ ઝડપાયું

    3 days ago

    SOGએ ડિંડોલીમાંથી 1 કરોડ રૂપિયાનું અંદાજે 1.071 કિલો એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી) ઝડપી પાડી 3 આરોપીની ધરપકડ કરી હતી. SOGને બાતમી મળી હતી કે ડિંડોલીમાં RJD બિઝનેસ પ્લાઝા પાસે કેટલાક લોકો પ્રતિબંધિત ‘એમ્બરગ્રીસ’ લઈને ગ્રાહક શોધી રહ્યા છે. ટીમે વોચ રાખી 3 શંકાસ્પદ યુવકોની તપાસ કરતાં બેગમાંથી 1.071 કિલો પદાર્થ મળી આવ્યો હતો, જેને FSL અને નિષ્ણાતોએ એમ્બરગ્રીસ જણાવ્યું હતું. પોલીસે અમરીશ જયપ્રકાશ મિશ્રા, સોનુ ઉર્ફે બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાયની ધરપકડ કરી હતી. ત્રણેય યૂપી- જૌનપુરના રહેવાસી છે. આ એમ્બરગ્રીસની આંતરરાષ્ટ્રીય કિંમત 1.07 કરોડ થાય છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે એમ્બરગ્રીસ ભરૂચના કાવી કંબોઈના માછીમારો પાસેથી મળ્યું હતું. વોન્ટેડ આરોપી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયાને આ પદાર્થ દરિયામાંથી મળ્યો હતો. અમરીશ, ધીરુનો સંબંધી છે. 3 મહિનાથી તે ગ્રાહક શોધી રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ઈમ્પેક્ટ મંજૂર થયા તેવા 1304 બાંધકામ ફાયર એનઓસી માટે લાયક નથી, હવે વધારાનું બાંધકામ દૂર કરે અન્યથા ડિમોલિશન
    Next Article
    મુસાફરોને ભારે પરેશાની‎:મોરબી શહેરના મુખ્ય રસ્તા, શેરી તથા ગલીઓના નામ દર્શાવતા બોર્ડના રૂપ-રંગને બદલવા હવે જરૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment