Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:ઈમ્પેક્ટ મંજૂર થયા તેવા 1304 બાંધકામ ફાયર એનઓસી માટે લાયક નથી, હવે વધારાનું બાંધકામ દૂર કરે અન્યથા ડિમોલિશન

    3 days ago

    રાજ્ય સરકારે અનધિકૃત બાંધકામોને કાયદેસર કરવા માટે ‘ઇમ્પેક્ટ ફી’નો કાયદો અમલમાં મુક્યો હતો. આ કાયદા હેઠળ રાજકોટમાં હજારો આસામીઓએ વધારાના બાંધકામોને ફી ભરીને કાયદેસર કરાવી લીધા, પરંતુ હવે આ જ મિલકતદારો માટે ‘ફાયર સેફ્ટી’ ગળાફાંસો બની છે. મનપાના ફાયર વિભાગના સત્તાવાર આંકડા મુજબ, રાજકોટમાં 1304 એવા એકમ છે જેમના ઇમ્પેક્ટ પ્લાન તો મંજૂર થઈ ગયા છે, પરંતુ તેઓ ફાયર NOC મેળવવા માટે લાયક ઠર્યા નથી. તંત્રએ આવા તમામ એકમોની અરજીઓ નામંજૂર કરી વધારાનું બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી છે. જો આ બાંધકામો દૂર નહીં કરાય તો આગામી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે. ફાયર એનઓસી માટે આવેલી વોર્ડ વાઈઝ અરજીઓ એક્ઝિટ ગેટ, ડબલ સીડીના નિયમો નડ્યા રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ સરકાર અને વહીવટી તંત્ર ફાયર સેફ્ટીના મામલે કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાના મૂડમાં નથી. ઇમ્પેક્ટ ફી હેઠળ મંજૂર થયેલા બાંધકામોમાં સૌથી મોટી સમસ્યા એક્ઝિટ ગેટ, ડબલ સીડી અને બિલ્ડિંગની ચારેતરફ રાખવાની થતી ફરજિયાત જગ્યાની છે. ઘણા કિસ્સાઓમાં આસામીઓએ માર્જિનની જગ્યામાં જ બાંધકામ કરી લીધું છે, જેના કારણે ઇમર્જન્સી સમયે ફાયર ફાઇટર કે એમ્બ્યુલન્સ અંદર જઈ શકે તેમ નથી. આવા જોખમી બાંધકામોને કારણે 1300થી વધુ એકમોને અત્યારે ફાયર વિભાગે લાલબત્તી ધરી દીધી છે. ઇમ્પેક્ટ બાંધકામો માટે હવે ઑફલાઇન અરજી કરવી ફરજિયાત, ઓનલાઈન પોર્ટલ બંધ ઇમ્પેક્ટ ફી હેઠળના કેસોમાં ઘણી ટેક્નિકલ વિસંગતતાઓ સામે આવી છે. વધારાના બાંધકામો બાદ બિલ્ટઅપ એરિયાની માપણી અને વાસ્તવિક બાંધકામમાં તફાવત આવતા ઓનલાઇન અરજીઓ ઇન્વર્ડ કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આથી, ફાયર વિભાગે નિર્ણય લીધો છે કે, ઇમ્પેક્ટના નિયમો હેઠળ થયેલા તમામ વધારાના બાંધકામો માટે હવે ઑફલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે. રહેણાકમાંથી કોમર્શિયલનો ખેલ ઊંધો પડ્યો અનેક મિલકતધારકોએ રહેણાકના એકમોમાં ફેરફાર કરી તેને કોમર્શિયલ બાંધકામો તરીકે દર્શાવ્યા હતા. વધારાનું બાંધકામ કર્યા બાદ જ્યારે ફાયર NOC માટે અરજી કરવામાં આવી, ત્યારે ફાયર અને ટીપી વિભાગની સંયુક્ત તપાસમાં જાણવા મળ્યું કે મોટાભાગના બાંધકામો ફાયર સેફ્ટીના પાયાના નિયમોનું પણ પાલન કરતા નથી. આવું પણ થયું : ગેરકાયદે બાંધકામ કર્યું, ઈમ્પેક્ટમાં મંજૂર થયું બાદમાં ફરી બાંધકામ કર્યું! ગેરકાયદે બાંધકામ કરવા માટે અમુક તત્ત્વો કેવા નિયમભંગ કરે છે તેના પણ દાખલા જોવા મળ્યા છે. સૌથી પહેલા તો ગેરકાયદે બાંધકામ કર્યું ત્યારબાદ તેને રેગ્યુલરાઈઝ કરવા માટે અરજી કરી દીધી. ટી.પી. શાખાએ આવા બાંધકામની વિઝિટ કરીને રેગ્યુલરાઈઝ કરવાની પ્રક્રિયા કરી ત્યાં તો તે સ્થળે ફરીથી બાંધકામ કરી દેવાયું એટલે કે બે વખત ગેરકાયદે બાંધકામ કર્યું. અમુક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે જેનો ફરીથી સરવે કરાશે.He/
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:MSME નિકાસકારો માટે મોટા સમાચાર! હવે વૈશ્વિક તણાવમાં પણ વેપાર સુરક્ષિત, ‘વોર રિસ્ક સરચાર્જ’માં મળશે 50% રિમ્બર્સમેન્ટ
    Next Article
    એમ્બરગ્રીસ ઝડપાયું:ભરૂચથી ડિંડોલી આવેલું એક કરોડનું એમ્બરગ્રીસ ઝડપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment