Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:MSME નિકાસકારો માટે મોટા સમાચાર! હવે વૈશ્વિક તણાવમાં પણ વેપાર સુરક્ષિત, ‘વોર રિસ્ક સરચાર્જ’માં મળશે 50% રિમ્બર્સમેન્ટ

    3 days ago

    વર્તમાન વૈશ્વિક તણાવ અને બે દેશ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિઓ વચ્ચે રાજકોટના MSME નિકાસકારોને રાહત આપતો અને તેમના વેપારને જોખમમુક્ત બનાવતો એક અત્યંત મહત્ત્વપૂર્ણ સેમિનાર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયો હતો. જેમાં નિકાસકારોને વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે સુરક્ષિત વેપાર કઈ રીતે કરવો અને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ કઈ રીતે લેવો તે અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં વોર રિસ્ક સરચાર્જમાં 50 ટકા રિમ્બર્સમેન્ટ સહિતના સારા સમાચાર ઉદ્યોગકારોને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આપવામાં આવ્યા હતા. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, જોઈન્ટ ડીજીએફટી (રાજકોટ), એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (ECGC) અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશન (FIEO)ના સંયુક્ત ઉપક્રમે 17 એપ્રિલે આ માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જોઈન્ટ ડીજીએફટી રોહિત સોની, ECGC બ્રાન્ચ મેનેજર બિજેન્દ્રકુમાર ત્રિપાઠી, એક્ઝિક્યુટિવ ઓફિસર તુષાર વર્મા અને મેનેજર પીયૂષ પલ્લવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે રાજકોટ ચેમ્બરના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ સૌનું સ્વાગત કરી જણાવ્યું હતું કે, આ સેમિનાર ખાસ કરીને નાના અને મધ્યમ કદના (MSME) નિકાસકારો માટે ગેમ-ચેન્જર સાબિત થશે. નિકાસકારોને ક્યા લાભ મળશે? નિકાસ દરમિયાન વસૂલવામાં આવતા ‘વોર રિસ્ક સરચાર્જ’ પર 50 ટકા રિમ્બર્સમેન્ટ કેવી રીતે મેળવવું તેનું સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. ECGC અને DGFTના અધિકારીઓએ નિકાસકારોને સરકાર દ્વારા જાહેર કરાયેલી રિલીફ સ્કીમ અને ECGC દ્વારા મળતા વીમા કવચની વિગતવાર માહિતી આપી હતી. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે, નિકાસકારોએ કોઈપણ કોમર્શિયલ અને પોલિટિકલ રિસ્ક (જેમ કે દેશો વચ્ચે તણાવ) સામે રક્ષણ મેળવવા ECGC ની સેવાઓનો અચૂક લાભ લેવો જોઈએ. આ પ્રસંગે ECGCના એક્ઝિક્યુટિવ ઓફિસર તુષાર વર્માએ જણાવ્યું હતું કે, “અમારી સંસ્થા દ્વારા નિકાસકારોને વિકટ પરિસ્થિતિઓમાં થતી નુકસાની સામે સીધી વીમા સુરક્ષા આપવામાં આવે છે. ’ આ ઉપરાંત, સરકાર દ્વારા જાહેર કરાયેલા ‘રિઝિલિયન્સ લોજિસ્ટિક્સ ઇન્ટરવેન્શન ફોર એક્સપોર્ટ ફેસિલિટેશન’ પેકેજના ત્રણ મુખ્ય ઘટકો અંગે પણ વ્યાપારીઓને માહિતગાર કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પાકિસ્તાન જવાની તૈયારીમાં ઈરાની ડેલિગેશન:સ્પીકર ગાલિબાફે બેઠક પહેલા શરત મૂકી, અમેરિકી ઉપરાષ્ટ્રપતિ વેન્સ આવે તો જ સામેલ થશે
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:ઈમ્પેક્ટ મંજૂર થયા તેવા 1304 બાંધકામ ફાયર એનઓસી માટે લાયક નથી, હવે વધારાનું બાંધકામ દૂર કરે અન્યથા ડિમોલિશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment