Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુસાફરોને ભારે પરેશાની‎:મોરબી શહેરના મુખ્ય રસ્તા, શેરી તથા ગલીઓના નામ દર્શાવતા બોર્ડના રૂપ-રંગને બદલવા હવે જરૂરી

    11 hours ago

    મોરબી શહેર દેશ જ નહીં સમગ્ર વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. પ્રલયકારી જળ હોનારત, વિનાશક ભૂકંપ અને ઝૂલતાપુલ દુર્ઘટનાનો આઘાત સહન કરીને પણ આ મચ્છુના ખમીરે સમગ્ર વિશ્વમાં સિરામિક ઉદ્યોગના વિકાસથી હિર ઝળકાવ્યું છે. ત્યારે શહેરની આગવી ઓળખ વધુ સુદ્રઢ બને તે માટે વિવિધ રસ્તાઓ, શેરીઓ, જાહેર માર્ગોને ડિસ્પ્લે બોર્ડ કે દિશાસૂચક પાટિયા દ્વારા ઓળખ આપવાની નાગરિક જીતુભાઈ ઠક્કરે મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં રજૂઆત કરી છે. રજુઆતમાં જણાવ્યા મુજબ પ્રત્યેક શહેરની પોતાની આગવી ઓળખ હોય છે અને તે અંતર્ગત શહેરના રોડ, રસ્તા, મહોલ્લા, ગલીઓ કે ચોક વગેરેનું નામકરણ કરવામાં આવે છે. સમયાંતરે જે તે જગ્યાઓને ત્યાંની ઓળખરૂપ કોઈ સ્થાપત્ય કે મહાનુભાવના નામ સાથે જોડીને નામોના નવિનીકરણ પણ થતા રહે છે, જેનાથી જે તે જગ્યા, વ્યક્તિ કે શહેરનું ગૌરવ વધે છે. આથી મોરબી શહેરમાં પણ આ રીતે ઘણા વિસ્તારોનું નામાભિધાન થયું છે, પરંતુ દુર્ભાગ્યે યોગ્ય માવજતના અભાવે અને સમયસર અપડેટ ન થવાના કારણે આવા કેટલાય વિસ્તારો વિશે લોકો અજાણ છે.તેમજ યોગ્ય ડિસ્પ્લેના અભાવે બહારથી આવતા અજાણ્યા લોકોને પણ જે તે વિસ્તાર શોધવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં તેઓએ મોરબી શહેરના આવા દરેક વિસ્તારને યોગ્ય ડિસ્પ્લે બોર્ડ, તક્તિ કે દિશાસૂચક પાટિયાઓ કે બોર્ડ દ્વારા સુશોભિત રીતે દર્શાવવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    એમ્બરગ્રીસ ઝડપાયું:ભરૂચથી ડિંડોલી આવેલું એક કરોડનું એમ્બરગ્રીસ ઝડપાયું
    Next Article
    NASA Astronaut Captures Lyrid Meteor Shower From Space Station

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment