Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અભયમ ટીમની મધ્યસ્થી:ઘરકંકાસમાં વિખરતા પરિવારનું સુખદ મિલન કરાવ્યું

    2 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન વધુ એક વખત પારિવારિક શાંતિ સ્થાપવામાં નિમિત્ત બની છે. પતિ-પત્ની વચ્ચે સામાન્ય વાતમાં થયેલા ઝઘડા બાદ ગુસ્સામાં ઘર છોડી ગયેલી મહિલાને તેના બે વર્ષના બાળક સાથે મિલન કરાવી, ટીમે કાયદાકીય સમજ અને આત્મીયતા દ્વારા પરિવારને તૂટતો બચાવ્યો છે. 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં એક મહિલા નો કોલ આવેલ કે ઘરે જગડો થતાં હું પિયર જતી રહેલ આજે મારે મારું બાળક સાસરેથી લેવાનું છે માટે તાત્કાલિક અભયમ ટીમની મદદની જરૂર છે માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર મેત્રા રીંકલ કોન્સ્ટેબલ ગૌરીબેન મકવાણા તેમજ પાયલોટ રાજુભાઈ બાવળિયા તાત્કાલિક ઘટના સ્થળે મહિલાની મદદ માટે પહોંચેલ હતા. મહિલાનુ કાઉન્સિલિંગ કરવામાં આવતા તેમણે વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે પતિએ સવારમાં નાસ્તો બનાવવા કહ્યું, પરંતુ મે નાસ્તો બનાવવાની ના પાડી કેમ કે મારી તબિયત ખરાબ હતી. આથી મારા પતિએ હાથ ઉપાડેલ જેથી મહિલા ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ અને બસ સ્ટેશન બેઠેલા, ત્યારબાદ પિયર ગયા. ત્યારબાદ ટીમ દ્વારા મહિલાને આવી રીતે ક્યારેય પણ ઘરેથી ના નીકળવા માટે સલાહ સૂચન માર્ગદર્શન આપે સાંત્વના આપેલ સ્થળ પર તેમના પતિ હાજર ન હોય તે કામે જતા રહેલ તેમના પતિ જોડે ટેલિફોનિક વાત કરી ઘરે બોલાવે તેમના પતિનું કાઉન્સિલિંગ કરતા જાણેલ કે મારી પત્ની કહ્યા વગર ઘરેથી નીકળી ગયેલ હોય અને ફોન પણ ઉપાડતા ન હતા. પૂછપરછ કરતા ક્યાંય ખબર ન મળતા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની અરજી પણ નોંધાવી હતી. ટીમ દ્વારા ફેમિલીના અન્ય સભ્યો તેમજ પતિને કાયદાકીય માહિતી આપેલ યોગ્ય સલાહ માર્ગદર્શન આપી તેમના પતિને પત્નીનું ધ્યાન રાખવા સમજાવ્યું. હાલ તેમના પતિએ તેમનું બે વર્ષનું બાળક પત્નીને પરત આપેલ મહિલાને બે દિવસ પિયર જવું હોય માટે પછી એ રાજી ખુશીથી પિયર જવા માટે કહેલ અને બે દિવસ પછી પતિ બાળક તેમજ તેમની પત્નીને પિયરથી તેડી ઘરે લાવશે.
    Click here to Read More
    Previous Article
    સમસ્યા:કડુ ગામની સીમમાં પાણીની મોટર ચોરાતા ખેડૂતો પરેશાન
    Next Article
    ભાસ્કર એનાલિસિસ:જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 26,344 મતદાર વધ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment