Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમસ્યા:કડુ ગામની સીમમાં પાણીની મોટર ચોરાતા ખેડૂતો પરેશાન

    2 days ago

    લખતર તાલુકાના કડુ ગામની સીમમાં છેલ્લા કેટલાક સમયથી ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેતી માટે ઉપયોગમાં લેવાતી પાણીની મોટરો તસ્કરોના નિશાન પર આવી રહી છે. જેના કારણે સ્થાનિક ખેડૂતોમાં ભય અને ચિંતાનો માહોલ ઉભો થયો છે. કડુ ગામની સીમમાં તસ્કરો દ્વારા રાત્રિના સમયે ખેતરોમાં પ્રવેશ કરી પાણીની મોટરોની ચોરી કરવામાં આવી રહી છે. ખેતી માટે અત્યંત જરૂરી સાધન ગણાતી આ મોટરોની ચોરી થતા ખેડૂતોને સિંચાઈમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની અછત વચ્ચે મોટર ગુમાવવાથી ખેડૂતોના પાક પર સીધી અસર થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવોને પગલે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા લખતર પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં તસ્કરો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ચોરીના બનાવોને અટકાવવા માટે તાત્કાલિક પગલાં લેવા માંગ ઉઠાવવામાં આવી છે. તે ઉપરાંત કડુ ગ્રામ પંચાયત દ્વારા પણ પોલીસ તંત્રને અપીલ કરવામાં આવી છે કે ગામની સીમ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ વધારવામાં આવે તેમજ હોમગાર્ડના પોઇન્ટ મૂકવામાં આવે. જેથી રાત્રિના સમયે દેખરેખ રાખી આવા બનાવોને અટકાવી શકાય.
    Click here to Read More
    Previous Article
    ધરપકડ:નાસતા ફરતા શખ્સને દેવભૂમિ એસઓજી ટીમે દબોચી લીધો
    Next Article
    અભયમ ટીમની મધ્યસ્થી:ઘરકંકાસમાં વિખરતા પરિવારનું સુખદ મિલન કરાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment