Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધરપકડ:નાસતા ફરતા શખ્સને દેવભૂમિ એસઓજી ટીમે દબોચી લીધો

    2 days ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોર્ટ દ્વારા સજા ફરમાવવામાં આવ્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એસ.ઓ.જી. (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) દ્વારા સતત અભિયાન હાથ ધરાયુ છે જેમાં પોલીસે સજા વોરંટના આધારે ફરાર આરોપીને ઝડપી લીધો હતો. દેવભૂમિ દ્વારકા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. રાણા તથા પીએસઆઈ ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ ટીમ સક્રિય કામગીરીમાં હતી. તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદાસ ભાઈ જીવાભાઈ મોવર અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશોકભાઈ રાણાભાઈ સવાણીને ચોક્કસ બાતમી પ્રાપ્ત થઈ હતી કે, સજા પામેલો આરોપી હમુસર ગામની સીમ વિસ્તારમાં છુપાઈને ફરી રહ્યો છે. આ આરોપી વિરુદ્ધ સુત્રાપાડા કોર્ટ દ્વારા નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અને 142 મુજબ સજા ફરમાવવામાં આવી હતી. કોર્ટના આદેશ મુજબ તેને એક વર્ષની સાદી કેદ તેમજ રૂપિયા 7,86,138 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. જો દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધારાની ત્રણ માસની કેદની જોગવાઈ પણ રાખવામાં આવી હતી. કોર્ટ દ્વારા સજા વોરંટ જારી થતાં જ આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે હમુસર ગામની સીમમાં આવેલી દરગાહ નજીકના ઝાડીઓ વિસ્તાર માં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન આરોપી લાલાભા મેઘાભા કીટાણીને ઝડપી પાડયો હતો. આરોપી ઝાડીઓમાં છુપાઈ ને પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ એસઓજીની સતર્ક કામગીરીને કારણે તે પકડાઈ ગયાનુ સામે આવ્યુ છે. પકડાયેલા આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી.ના પી.આઈ. વી.એ. રાણા, પીએસઆઈ ડી.એ. વાળા, એએસઆઈ અશોક ભાઈ સવાણી અને પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદાસભાઈ મોવર દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આથી મીઠાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આદેશ:મહીસાગરમાં ભાજપે 13‎ કાર્યકરોને બરતરફ કર્યા‎
    Next Article
    સમસ્યા:કડુ ગામની સીમમાં પાણીની મોટર ચોરાતા ખેડૂતો પરેશાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment