Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસિસ:જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 26,344 મતદાર વધ્યા

    2 days ago

    આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે બહાર પાડવામાં આવેલી મતદાર યાદીમાં આંકડાકીય ભારે અસમાનતા જોવા મળી રહી છે. 2021ની સરખામણીએ 2026માં જિલ્લામાં મતદારોની સંખ્યામાં થયેલી વધઘટ ઉમેદવારો માટે મુશ્કેલી અને સરળતાના નવા સ્તર ઊભા કરશે. એક તરફ ગ્રામીણ મતદારોની સંખ્યા વધતા ઉમેદવારોએ વધુ મહેનત કરવી પડશે, તો બીજી તરફ શહેરી વિસ્તારોમાં ઘટતા મતોને કારણે માર્જીન જાળવવું કપરું બનશે. જિલ્લાની વિવિધ પાંખોમાં મતદારોનો ગ્રાફ બદલાયો છે જિલ્લા પંચાયત અહીં સૌથી વધુ 26,344 મતદારોનો વધારો થયો છે. આનો અર્થ એ છે કે જિલ્લા પંચાયત લડતા ઉમેદવારોએ હવે વિશાળ જનસમુદાય સુધી પહોંચવું પડશે. હવે વધુ સંપર્ક કરવો પડશે જે વિસ્તારોમાં મતદારો વધ્યા છે જેમ કે મૂળી, સાયલા, જિલ્લા પંચાયત, ત્યાં ઉમેદવારોએ : વધુ સંપર્ક કરવો પડશે નવા ઉમેરાયેલા યુવા મતદારોને રિઝવવા માટે વધુ પ્રચાર અને પદયાત્રાઓ કરવી પડશે. જેના કારણે ગણિતમાં ફેરફાર થશે. અગાઉના જીતના માર્જીન હવે નાના પડી શકે છે, કારણ કે નવા મતદારોનો ઝુકાવ કઈ તરફ છે તે જાણવું મુશ્કેલ છે. જીતનું માર્જિન ઘટી શકે જ્યાં મતદારો ઘટ્યા છે જેમ કે મહાનગરપાલિકા, વઢવાણ, અને ધ્રાંગધ્રા ત્યાં એક-એક મતની કિંમત. અહીં એક ભૂલ ઉમેદવારને ભારે પડી શકે છે. આથી વ્યૂહાત્મક મુશ્કેલી એ થશે કે અગાઉ જે હાર-જીતના માર્જીન હતા, તે હવે નવા સમીકરણોમાં ટકી ન પણ શકે. અહીં ઉમેદવારોએ મતદારોને સાચવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવવું પડશે. સ્થળાંતરનો પ્રશ્ન પણ રહેશે. મતદારોના વિશ્વાસને જીતવો એ મોટો પડકાર છે.
    Click here to Read More
    Previous Article
    અભયમ ટીમની મધ્યસ્થી:ઘરકંકાસમાં વિખરતા પરિવારનું સુખદ મિલન કરાવ્યું
    Next Article
    અડધો કલાક ટ્રાફિક જામ:વઢવાણ ગણપતિ ફાટકે એક ફાટક ખૂલ્યું,‎બીજુ થોડે ઉપર જતાજ રિક્ષા પર પડ્યું‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment