Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુ-ચંદ્રની કૃપાથી સર્જાયો 'ગજકેસરી રાજયોગ':મિથુન-સિંહ સહિત પાંચ રાશિના જાતકોનો સુખનો સૂરજ ઊગશે, ચારેબાજુથી ધન લાભની શકયતા

    1 week ago

    જ્યોતિષ શાસ્ત્રમાં અનેક શુભ યોગોનું વર્ણન કરવામાં આવ્યું છે, જે વ્યક્તિના જીવનમાં પ્રગતિ, સન્માન અને સુખ-સુવિધાઓ લાવે છે. આમાંનો જ એક અત્યંત પ્રભાવશાળી યોગ એટલે 'ગજકેસરી રાજયોગ'. 21 એપ્રિલ, 2026ના રોજ ચંદ્ર મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગુરુ પહેલાથી જ બિરાજમાન હશે. આ યુતિથી ગજકેસરી રાજયોગ રચાયો છે. કેવી રીતે બને છે ગજકેસરી રાજયોગ? જ્યોતિષશાસ્ત્ર અનુસાર, જ્યારે કુંડળીમાં ગુરુ (બૃહસ્પતિ) અને ચંદ્ર એકબીજા સાથે યુતિમાં હોય અથવા એકબીજાથી કેન્દ્ર સ્થાને (1, 4, 7, 10 ભાવમાં) બિરાજમાન હોય ત્યારે 'ગજકેસરી રાજયોગ'નું નિર્માણ થાય છે. ચંદ્રને મન અને સુખનો કારક માનવામાં આવે છે, જ્યારે ગુરુ જ્ઞાન, સંપત્તિ અને ભાગ્યનો કારક છે. જ્યારે આ બે શુભ ગ્રહો મળે છે, ત્યારે વ્યક્તિને હાથી જેવું બળ અને સિંહ જેવી કીર્તિ પ્રાપ્ત થાય છે. કઈ રાશિઓને થશે બમ્પર ફાયદો? આ શુભ યોગની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ ખાસ કરીને ચાર રાશિના જાતકો માટે આ સમય ભાગ્યશાળી રહેશે: વૃષભ રાશિના જાતકો માટે ગુરુનું માર્ગી થવું અને આ યોગનું નિર્માણ આર્થિક રીતે ખૂબ જ લાભદાયી રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને અટકેલા નાણાં પરત મળશે. નોકરીમાં અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે. નવી જવાબદારી મળી શકે છે. બિઝનેસમાં મોટો નફો થવાની અને નવી ઊંચાઈઓ સર કરવાની શક્યતા છે. આ રાજયોગ તમારી જ રાશિમાં બની રહ્યો હોવાથી સૌથી વધુ અસર અહીં જોવા મળશે. નોકરીમાં પ્રમોશન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં ભાગીદારીથી મોટો ફાયદો થઈ શકે છે. આત્મવિશ્વાસમાં વધારો થશે, પરંતુ અહંકાર અને વધુ પડતા ખર્ચથી બચવું. સિંહ રાશિના જાતકો માટે આ સમય માન-સન્માનમાં વધારો કરનારો રહેશે. રોકાણ કરેલા નાણાંમાં વૃદ્ધિ થશે. ઓફિસમાં તમારી મહેનતની પ્રશંસા થશે. ઘરમાં કોઈ શુભ પ્રસંગ અથવા ખુશખબરી આવી શકે છે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે, તેથી ધીરજ રાખવી. કન્યા રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલશે અને અટકેલા કામો વેગ પકડશે. કરિયરમાં લાંબા સમયથી ચાલી આવતી અસ્થિરતા દૂર થશે. કોઈ ધાર્મિક યાત્રા કે સામાજિક કાર્યમાં જોડાવાની તક મળશે. કામનું ભારણ વધવાને કારણે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. ગુરુ ધન રાશિનો સ્વામી ગ્રહ હોવાથી, ચંદ્ર સાથેની તેની યુતિ તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન, તમને સૌભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે. વધુમાં, ઘણા મહિનાઓથી અટકેલા કાર્યો અચાનક ગતિ પકડશે. ધાર્મિક યાત્રાઓની તકો ઉભી થશે, અને તમારા વડીલોના આશીર્વાદ તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે.
    Click here to Read More
    Previous Article
    પહેલી નોકરીની ‘7 મની મિસ્ટેક્સ’:આખો પગાર ઉડાવી ન દો, પહેલા બજેટ બનાવો; ફાઇનાન્સિયલ એક્સપર્ટની 10 ટિપ્સ ફોલો કરો
    Next Article
    બંધ દરવાજા, બહારથી આંકડી અને અંદર લાશ:શરીરે ઘા નહીં, લોહીના ટીપાં નહીં, પોલીસ પણ કન્ફ્યૂઝ થઇ, સ્નીફર ડોગ આગળ જઇને અટકી ગયો

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment