Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:વિદ્યાર્થીઓને આઈપી પ્રોગ્રામ દ્વારા સ્કિલફુલ ગ્લોબલ પ્રોફેશનલ્સ બનાવવા માટેની કવાયત

    11 hours ago

    ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા શૈક્ષણિક વર્ષ 2011થી 2025 સુધીમાં ઈજનેરી-મેનેજમેન્ટ-ફાર્મસી, એમસીએમાં ભણતા આશરે 2521 વિદ્યાર્થીઓએ અમેરિકા,કેનેડા, જર્મની, ઓસ્ટ્રેલિયા, મલેશિયા, રશિયા, બલ્ગેરીયા સહિતના દેશોની 9 યુનિ.માં આઈઈપી હેઠળ 1 મહીનાની શૈક્ષણિક ટ્રેનિગનો લાભ લીધો છે. વર્ષ 2026માં પણ ઈજનેરી,મેનેજમેન્ટ, ફાર્મસી, એમસીએ સહિતની વિદ્યાશાખામાં ફાઈનલ યરમાં ભણતાં 150થી વધુ વિદ્યાર્થીઓએ ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા,વિયેટનામ, મલેશિયા જેવા દેશોની આઈઈપી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ રજીસ્ટ્રેશનનો આંકડો 250 સુધી પહોંચે તેમ લાગી રહ્યું છે. ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતના વિદ્યાર્થીને ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા, સહિતના દેશોની શિક્ષણ સંસ્થાઓમાં જુલાઈ,ઓગષ્ટ મહીનામાં 2 મુખ્ય વિષયોનો અભ્યાસ કરવાની અને સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝમાં ઈન્ટર્નશીપ કરવાની તક મળશે. વિદ્યાર્થીઓ આ વૈશ્વિક યુનિવર્સિટીમાં પ્રોગ્રામ હેઠળ જશે IPP પ્રોગ્રામથી નોકરી-વ્યવસાય માટેની સ્કિલ ડેવલપ થાય છે ફ્યૂચર ઓફ જોબ રીપોર્ટ 2025 પ્રમાણે લીડરશીપ અને સોશિયલ ઈન્ફ્લુએન્સ,ક્રિટિકલ થિન્કિંગ,ફ્લેક્સિબિલીટી સહિતની સ્કિલ્સને 2030ની સાલ સુધીની સૌથી મહત્વની સ્કિલ તરીકે જોવામાં આવે છે. આ પ્રોગ્રામ હેઠળ વિદ્યાર્થીઓ વૈશ્વિક યુનિવર્સિટીઓમાં એક મહીના માટે રહેશે તેથી ઉપરોકત વિવિધ પ્રકારની સ્કિલ ડેવલપ કરવાની તક મળે છે.> કે એન ખેર, રજીસ્ટ્રાર, GTU
    Click here to Read More
    Previous Article
    વેજલપુરના ધારાસભ્યનું નિવેદન:મકતમપુરાને ચંડોળા નહિ બનવા દઉં, ખાલી જમીનો પર ગાર્ડન બનાવીશું: અમિત ઠાકર
    Next Article
    ભાસ્કર એનાલિસીસ:ગોધરા પાલિકાની ચૂંટણીમાં 4 બેઠકો બિનહરીફ થતાં 32,631 મતદારોનો પસંદગીનો અધિકાર છીનવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment