Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેજલપુરના ધારાસભ્યનું નિવેદન:મકતમપુરાને ચંડોળા નહિ બનવા દઉં, ખાલી જમીનો પર ગાર્ડન બનાવીશું: અમિત ઠાકર

    13 hours ago

    મ્યુનિ. ચૂંટણીમાં એકતરફ ભાજપ ઠેર ઠેર વિકાસની વાતો કરી રહ્યો છે તો તો બીજી તરફ કોંગ્રેસમાં હજુ ટિકિટ મુદ્દે આંતરિક કલહ છે. મકતમપુરા વોર્ડમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરતી વખતે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે કોંગ્રેસ અને અસદુદ્દીન ઓવૈસી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જુહાપુરા અને મકતમપુરાના વિકાસની વાત કરતા જણાવ્યું કે વિસ્તારમાં ખૂબ જ ખાલી જગ્યા છે. અમે અહીં ખાલી જમીનો પર ગાર્ડન બનાવીશું, પણ બીજું ચંડોળા તળાવ નહીં બનવા દઈએ, જેને વિકાસ જોઈએ એ ભાજપને મત આપે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપ બુટલેગરો સાથે સેટિંગ કરીને મતો મેળવવામાં માનતી નથી. ધારાસભ્યે દાવો કર્યો હતો કે ભાજપે મકતમપુરામાં કરોડોના ખર્ચે પાર્ટી પ્લોટ અને ડ્રેનેજ લાઈનો નાખી છે, જે કામ વિપક્ષો કરવામાં નિષ્ફળ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસમાં ટિકિટ વહેંચણી મુદ્દે સર્જાયેલો આંતરિક અસંતોષ સપાટી પર જોવા મળી રહ્યો છે. ચાંદખેડામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક જિગ્નેશ મેવાણીએ વિરોધના કારણે કાર્યક્રમ સ્થળ બદલવો પડ્યું હતું અને તેમની સાથે પેનલના ફક્ત એક જ ઉમેદવાર સુબોધ કુમુદ જ હાજર રહ્યાં હતાં. ત્યારે હવે રખિયાલ- સરસપુર વોર્ડમાં પણ કાળા વાવટા બતાવીને મેવાણીનો વિરોધ કરાયો છે. રખિયાલ-સરસપુર વોર્ડમાં કોંગ્રેસ માટે પ્રચાર કરવા પહોંચેલા સ્ટાર પ્રચારક અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો સ્થાનિક કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. ટિકિટ વહેંચણીમાં થયેલા અન્યાયથી નારાજ કાર્યકર્તાઓએ રેલી દરમિયાન કાળા ઝંડા ફરકાવ્યા હતા અને નારા લગાવ્યા હતા. સિનિયર નેતાઓની જદના કારણે સક્રિય કાર્યકર્તાઓની ટિકિટ કાપવામાં આવતા હવે કોંગ્રેસના ઉમેદવારો અને સ્ટાર પ્રચારકોને જનતા વચ્ચે જવા માટે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. પરિસ્થિતિ વણસે નહીં તે માટે રેલીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો હતો. અસારવાના ઉમેદવારે 100 રિક્ષા સાથે રેલી યોજી ભાજપે અસારવા વોર્ડમાં એક અનોખો પ્રયોગ કર્યો હતો. ભાજપે અહીં રિક્ષાચાલક દશરથ પટણીને ટિકિટ આપી છે, જેમના સમર્થનમાં સોમવારે 100 જેટલી રિક્ષાઓની રેલી યોજવામાં આવી હતી. ભાજપના ચારેય ઉમેદવારોએ રિક્ષામાં બેસીને રામેશ્વર ચાર રસ્તાથી નેતાજીનગર સુધી જનસંપર્ક કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પશ્ચિમ બંગાળની ચૂંટણીને પગલે રેલવેનો નિર્ણય:21, 26 એપ્રિલે સાબરમતીથી દુર્ગાપુર માટે વધુ 1 વિશેષ ટ્રેન
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વિદ્યાર્થીઓને આઈપી પ્રોગ્રામ દ્વારા સ્કિલફુલ ગ્લોબલ પ્રોફેશનલ્સ બનાવવા માટેની કવાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment