Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:ગોધરા પાલિકાની ચૂંટણીમાં 4 બેઠકો બિનહરીફ થતાં 32,631 મતદારોનો પસંદગીનો અધિકાર છીનવાયો

    10 hours ago

    ગોધરા નગર પાલિકાની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે 4 બેઠકો બિનહરીફ જીતીને પ્રારંભિક લીડ મેળવી લીધી છે. જોકે, વોર્ડ 3,4 અને 10માં ઉમેદવારો બિનહરીફ જાહેર થતા 32,631 મતદારો પોતાના પ્રતિનિધિ પસંદ કરવાના અધિકારથી વંચિત રહ્યા છે. ગોધરા નગર પાલીકાની મુદત પૂર્ણ થતા ગુજરાતમાં જાહેર કરાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગોધરા નગર પાલીકાની ચૂંટણી પણ જાહેર કરવામાં આવી હતી. ગોધરા નજીકની 6 ગ્રામ પંચાયતોનો ગોધરામાં સમાવેશ કરાતા પાલીકાના વોર્ડની સંખ્યામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. પરંતુ વોર્ડોના નવા સીમાંકન કરવામાં આવ્યા હતા. જેમા 13,699 મતદારો સાથે વોર્ડ નંબર 9 સૌથી મોટો તથા 7,838 મતદારો સાથે વોર્ડ નંબર 5 સૌથી નાનો બન્યો છે. ગોધરા નગરપાલીકાના 11 વોર્ડની 44 બેઠકો માટે કુલ 186 ફોર્મ ભરાયાં હતાં. જેમાં 44 રદ થયા હતા. તથા 21 ફોર્મ પરત ખેંચ્યા હતા. જેમાં વોર્ડ નંબર 3 માં 2 બેઠક, તેમજ વોર્ડ નંબર 4 અને 10 માં 1-1 બેઠક મળી કુલ 4 બેઠકો પર ભાજપના ઉમેદવારો સામે કોઈ હરીફ ઉમેદવાર ન રહેતા તેમને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. અપક્ષોના કારણે સમીકરણો ગૂંચવાયા ગોધરા નગર પાલિકાના પશ્ચિમ વિસ્તારના વોર્ડ નંબર 6,7,8 અને 9 માં ભાજપા તથા કોગ્રેસ પક્ષે એક પણ ઉમેદવારની પસંદગી કરી નથી. જેથી ચાર વોર્ડોમાં આપના 9, એસડીપીએલના 2,એમઆઇએમઆઇએમ 1 તથા 42 અપક્ષો મળી કુલ 54 ઉમેદવારો વચ્ચે ચૂટણી જંગ ખેલાશે. જેથી ચાર વોર્ડમાં અપક્ષોની સંખ્યાના કારણે પરિણામો ચોંકાવનારા આવી શકે છે. જેથી સૌથી મોટું ફેક્ટર "અપક્ષ" ઉમેદવારો બની રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ:વિદ્યાર્થીઓને આઈપી પ્રોગ્રામ દ્વારા સ્કિલફુલ ગ્લોબલ પ્રોફેશનલ્સ બનાવવા માટેની કવાયત
    Next Article
    US Labor Secretary Resigns Amid Investigation Into Misconduct

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment