Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખંડણીખોરો સામે નોંધાઈ ફરિયાદ:રાજુલામાં એક વેપારી પાસેથી ખંડણી વસૂલ કરનારા બે શખ્સો સામે ફરિયાદ

    12 hours ago

    રાજુલા શહેરમાં ભંગારના વેપારી પાસેથી છેલ્લા ત્રણ વર્ષથી ધમકી આપી રૂપિયા અને બાઈક કઢાવવાના ગંભીર આક્ષેપ સાથે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. રાજુલા કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ભંગારનો ધંધો કરતા અફજલભાઈ અલ્તાફહુસૈન લાખાણી (ઉ.વ.37)એ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કી, આજથી અંદાજે સાડા ત્રણ વર્ષ પહેલા ઉમેશ ધાખડાએ ફરિયાદી સાથે ઓળખાણ કરી હતી. બાદમાં તેણે ફરીયાદીને ડરાવી ધમકાવી રૂપિયા 10 હજાર બળજબરીથી કઢાવી લીધા હતા. ત્યારબાદ વારંવાર મારી નાખવાની ધમકી આપી તેઓની માલિકીની GJ-14-AL-9660 નંબરની બાઈક પણ પોતાના નામે કરી લીધી હતી. ઉપરાંત અલગ અલગ સમયે ધમકી આપી કુલ રૂપિયા 4.10 લાખ જેટલી રકમ પણ વસૂલ કરી લીધી હતી. તેમજ ગઈ કાલે સાંજે આશરે સાત વાગ્યે બંને શખ્સો મારૂતીધામ રોડ ઉપર આવેલા અફઝલભાઈના ભંગારના ડેલે કાર લઈ આવી ત્યાં તેઓને ગાળો આપી માર માર્યો હતો. મારી નાખવાની ધમકી આપી દર મહિને રૂપિયા 10 હજાર આપવાની બળજબરીપૂર્વક માંગણી કરી અને ન આપ્યા તો મારી નાખીશું એવી ધમકી આપી હતી. આ બનાવ અંગે રાજુલા પોલીસે ઉમેશ દાદાભાઇ ધાખડા અને દિલીપ બેપારીયા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બાઇક સાથે અકસ્માત સર્જતા ચાલક સામે ગુનો‎:બસ સ્ટેન્ડ પાસે પિકઅપ વાને શ્રમજીવી યુવકને ટક્કર મારી
    Next Article
    હિંદુ સંગઠન તેમજ માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન:ધંધુકા હત્યા કેસ મામલે અમરેલીમાં ઉગ્ર પ્રતિક્રિયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment