Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંદુ સંગઠન તેમજ માલધારી સમાજ દ્વારા કલેક્ટરને આવેદન:ધંધુકા હત્યા કેસ મામલે અમરેલીમાં ઉગ્ર પ્રતિક્રિયા

    10 hours ago

    ધંધુકા ખાતે માલધારી સમાજના હિંદુ યુવક ધર્મેશ ગમારા ભરવાડની નિર્મમ હત્યાના બનાવને લઈને અમરેલીમાં આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ તેમજ અન્ય હિંદુ સંગઠનો અને માલધારી સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ધંધુકા યુવાનની હત્યા મામલે આરોપીઓને કડક સજા કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. આવેદનપત્ર આપતા પહેલા નાગદેવતા મંદિરથી આશરે 150 જેટલા લોકો રેલી સ્વરૂપે અમરેલી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારતદ વાજને આવેદનપત્ર સોંપીને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. તેમજ સંગઠનના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે તા. 18 એપ્રિલના રોજ ધંધુકા ખાતે હિંદુ યુવક ધર્મેશ ગમારા ભરવાડની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. અગાઉ પણ ધંધુકામાં કિશન ભરવાડની હત્યા જેવી ગંભીર ઘટના બની ચૂકી હોવાનું જણાવતાં આ પ્રકારની ઘટનાઓને લઈ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. માટે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવી તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે તેમજ આવા તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવા પણ માંગણી કરવામાં આવી હતી. સાથે સાથે આવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં આવા તત્વોની ગેરકાયદેસર અને બેનામી મિલકતોની તપાસ કરી તેને જપ્ત કરવામાં આવે તેમજ આવા લોકોનો આર્થિક બહિષ્કાર કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. સંગઠન દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારને અપીલ કરવામાં આવી હતી કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં હિંદુ સમાજને પૂરતી સુરક્ષા આપવામાં આવે અને આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે કડક પગલાં લેવામાં આવે, અને અમરેલીના હઠીલા હનુમાન વિસ્તાર પાસે દુકાનદારો દ્વારા કરાયેલા દબાણોને કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને પડતી મુશ્કેલીઓ અંગે પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. દરમિયાન આવા દબાણોને દૂર કરવા તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગણી પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે એ.એચ.પી. સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. જી.જે. ગજેરા જિલ્લા અધ્યક્ષ જીલુભાઈ વાળા, મજબૂતસીહ બસિયા, સુરેશભાઈ સોલંકી નગબદેવતા મંદિરના મહંત ઉદયભાઈ સહિત સંગઠનના દરમિયાન અનેક હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ખંડણીખોરો સામે નોંધાઈ ફરિયાદ:રાજુલામાં એક વેપારી પાસેથી ખંડણી વસૂલ કરનારા બે શખ્સો સામે ફરિયાદ
    Next Article
    In bid to bypass Hormuz chokepoint, Gulf countries scramble to ramp up infra

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment