Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇક સાથે અકસ્માત સર્જતા ચાલક સામે ગુનો‎:બસ સ્ટેન્ડ પાસે પિકઅપ વાને શ્રમજીવી યુવકને ટક્કર મારી

    3 days ago

    અમરેલી જિલ્લાના સાજીયાવદર ગામે બસ સ્ટેન્ડ નજીક બેફામ રીતે દોડતી પીકઅપના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા એક શ્રમજીવી વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘટનાના અનુસંધાને પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે. અમરેલીના સાજીયાવદર ગામે રહેતા દિનેશભાઈ બચુભાઈ પરમાર તા. 21 ઓક્ટોબરના રોજ સાંજે લગભગ સાડા સાત વાગ્યાના સમયે GJ 14 N 2435 નંબરનું પોતાનું બાઇક લઈને ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા હતા. ત્યારે ચડિયાનો વિપુલ મકવાણા પોતાના હવાલાવાળું 5634 નંબરની પીકઅપ વાન પુરઝડપે ચલાવી ત્યાં આવી પહોંચ્યા હતા. બાઇકને ટક્કર મારતા દિનેશભાઈ નીચે પડી ગયા હતા અને બાઇક તેમના પગ પર પડી જતા ફ્રેકચર જેવી ઈજાઓ પહોંચી હતી. તાલુકા પોલીસે ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભેજ 76 ટકા રહેતા બફારો વધ્યો:ગરમીનો પારો 40.9 ડિગ્રી પર પહોંચતા આકરો તાપ પડ્યો
    Next Article
    ખંડણીખોરો સામે નોંધાઈ ફરિયાદ:રાજુલામાં એક વેપારી પાસેથી ખંડણી વસૂલ કરનારા બે શખ્સો સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment