Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેજ 76 ટકા રહેતા બફારો વધ્યો:ગરમીનો પારો 40.9 ડિગ્રી પર પહોંચતા આકરો તાપ પડ્યો

    3 days ago

    ઉનાળાએ આજે જિલ્લામાં ગરમીએ પોતાનો અસલી મિજાજ બતાવતા મહત્તમ તાપમાનનો પારો 40.9 ડિગ્રી પર પહોંચતા આકરો તાપ પડ્યો હતો. જેના કારણે બપોરના સમયે આકરા તાપને લીધે રસ્તાઓ સુમસામ બન્યા હતા. માત્ર ગરમી જ નહીં પણ હવામાં ભેજનું ઊંચું પ્રમાણ પણ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યું છે. આજે અમરેલીમાં હવામા ભેજનું પ્રમાણ 76 ટકા નોંધાતા બફારાનું પ્રમાણ વધુ હતુ. પવનની ગતિ પણ માત્ર પ્રતિ કલાક 4.0 કિલોમીટર રહી હતી. જેના કારણે ગરમીમાં કોઈ ખાસ રાહત મળી ન હતી. બપોરે 12 થી 4 દરમિયાન તાપમાનમાં ઉછાળો આવતા શહેરના મુખ્ય માર્ગો પર કરફ્યુ જેવો માહોલ જોવા મળ્યો હતો. તબીબોએ આકરા તાપમાં બિનજરૂરી બહાર ન નીકળવા અને વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા લોકોને અપીલ કરી છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. પરંતુ જિલ્લામાં ક્યાય વરસાદ પડ્યો ન હતો.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન:પોલીસે સાઈબર ક્રાઈમ અંગે છાત્રોને સમજણ આપી
    Next Article
    બાઇક સાથે અકસ્માત સર્જતા ચાલક સામે ગુનો‎:બસ સ્ટેન્ડ પાસે પિકઅપ વાને શ્રમજીવી યુવકને ટક્કર મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment