Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ભાજપે સંકલ્પ પત્ર જાહેર કર્યું:માળખાકીય સુવિધાઓ, પર્યાવરણ અને ટ્રાફિક સમસ્યા જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું

    15 hours ago

    મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આજે તેનું સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું. આ સંકલ્પ પત્રમાં માળખાકીય સુવિધાઓ, પર્યાવરણ અને ટ્રાફિક સમસ્યા જેવા મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં લોકોની સુખાકારીમાં વધારો કરવાનો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે આ સંકલ્પ પત્ર જાહેર કરાયું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતી રાજકોટિયા, જિલ્લાના પ્રભારી ગજેન્દ્ર સક્સેના, જિલ્લા ભાજપના મહામંત્રી નિર્મલ જારીયા, તપન દવે અને ચતુર મકવાણા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલ્પ પત્રમાં માળખાકીય સુવિધાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં રોડ-રસ્તા, ડ્રેનેજ સિસ્ટમ, શુદ્ધ પાણીની વ્યવસ્થા, આઇકોનિક રોડનું નિર્માણ, મચ્છુ નદીનું શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનો સમાવેશ થાય છે. શહેરના ઝડપી વિકાસ માટે નવા ભળેલા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો અટકાવવા અને સુનિયોજિત વિકાસ માટે નવી ટીપી સ્કીમો બનાવીને તેનો ઝડપથી અમલ કરવાની પણ યોજના છે. આ ઉપરાંત, મોરબીના વિવિધ વિસ્તારોમાં બાગ-બગીચા અને સિનિયર સિટીઝન પાર્ક બનાવવા, તળાવોનું નવીનીકરણ, વોકિંગ ટ્રેક, લાઇટિંગ અને બોટિંગ જેવી સુવિધાઓ વધારવાનો પણ સમાવેશ થાય છે. મહિલા સશક્તિકરણ, પશુ નિયંત્રણ, સાંસ્કૃતિક ભવન, ઓડિટોરિયમ, નાગરિક સુવિધાઓ, વ્યવસાયિક બજાર, રોજગારી અને રખડતા શ્વાનનું નિયંત્રણ જેવા અનેક મુદ્દાઓને પણ સંકલ્પ પત્રમાં આવરી લેવાયા છે. જનભાગીદારી દ્વારા મોરબીમાં પરિવર્તન લાવવા માટે દર મહિને મેયર અને કમિશનર સાથે સીધો સંવાદ યોજીને લોકોની પાયાની સમસ્યાઓનો સ્થળ પર જ નિકાલ કરવાની વ્યવસ્થા કરાશે. વિવિધ વિસ્તારોમાંથી વડીલોના અનુભવનો ઉપયોગ કરીને એક સમિતિ બનાવવામાં આવશે, જેમના સૂચનો મેળવીને શહેરનો આયોજનબદ્ધ વિકાસ કરવામાં આવશે. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, મોરબીના લોકોને કલ્પનાથી પણ વિશેષ મોરબી બનાવવા માટે આ લોક સંકલ્પ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ભાજપમાં 'શૈક્ષણિક વિવાદ'નો પાર્ટ-2:સુધા પાંડે બાદ હવે ભાઈદાસ પાટીલના સોગંદનામા પર સવાલો, 5 વર્ષમાં ભણતર ઘટ્યું? ભણતર 5 વર્ષમાં 'પાસ'માંથી 'નાપાસ' થઈ ગયું
    Next Article
    વડોદરાના વકીલનો CMને પત્ર:ચૂંટણીને પગલે વડોદરાના અનેક સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ રિન્યુ નહીં થતા કરોડો રૂપિયાના દસ્તાવેજો અટવાયા, સ્ટેમ્પ વેન્ડરોના લાયસન્સ ઝડપથી રીન્યુ કરી આપો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment