Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવામાં ભાજપના ઉમેદવારોએ રિક્ષામાં પ્રચાર કર્યો:ભાજપના વિરોધના સવાલથી શહેર ભાજપ પ્રમુખ અકળાઈ ઊભા થઈ ગયા

    18 hours ago

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે. અમદાવાદમાં અસારવા વોર્ડમાં ભાજપે રિક્ષાચાલક દશરથ પટણીને ટિકિટ આપી છે, ત્યારે આજે અસારવા વોર્ડમાં ભાજપે રિક્ષા રેલી યોજી હતી. જેમાં અંદાજિત 100 જેટલા રિક્ષાચાલકો જોડાયા હતા. ચારેય ઉમેદવારોએ રિક્ષામાં બેસી અને પ્રચાર કર્યો હતો. અસારવામાં રામેશ્વર ચાર રસ્તાથી નેતાજીનગર સુધી યોજવામાં આવી હતી. અમદાવાદમાં ભાજપના વિરોધના સવાલથી શહેર ભાજપ પ્રમુખ અકળાઈ ઊભા થઈ ગયા હતાં. મકતમપુરામાં ચંડોળા નહીં બનવા દઈએ- MLA અમદાવાદ મનપાની ચૂંટણીમાં ચંડોળા તળાવનો મુદ્દો વેજલપુરના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે ઉપાડ્યો હતો. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે મકતમપુરા વોર્ડના ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટનમાં કહ્યું હતું કે, અહીંયા જમીનો ખુબ ખાલી પડી છે. અમને આપો અમે અહીંયા ગાર્ડન બનાવીશું પરંતુ બીજું ચંડોળા તો નહીં જ બનાવવા દેવાનું. જેને ગાર્ડન જોઈએ એ ભાજપને મત આપશે અને જેને ચંડોળા જોઈએ એ કોંગ્રેસને મત આપશે. વોટ આપવો હોય તો ડંકાની ચોટ આપજો. તેને વધુમાં કહ્યું કે, બુટલેગરો સાથે મીટીંગ કરી અને અમે મત લેનારા નથી. બુટલેગરો સાથે વોટિંગ કરાવવાનું સેટિંગ કરીને પછી પાંચ વર્ષ શું કરવા ફોન ઉપાડવા ?? સુશિક્ષિત લોકો જેવા કે ડોક્ટરો, પ્રિન્સિપાલ, એન્જિનિયરો વગેરે આવો અને આપણે જુહાપુરાને બદલીએ. 'કોંગ્રેસ અને AIMIM વાળા વિકાસ નથી કરતા' અમિત ઠાકરે કહ્યું હતું કે, ભાજપે કરોડો રૂપિયાના ખર્ચે મકતમપુરામાં પાર્ટીપ્લોટ, ઓડિટોરિયમ, ગટરલાઇનો વગેરે નાખી છે. કોંગ્રેસ અને AIMIM વાળા વિકાસ કરતા નથી. જો ભાજપનો ઉમેદવાર મકતમપુરામાં જીતશે તો વધુ ઝડપથી અને સારો વિકાસ થશે. અમદાવાદમાં ભાજપના વિરોધના સવાલથી શહેર ભાજપ પ્રમુખ અકળાઈ ઊભા થઈ ગયા અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ભાજપનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલાને શહેરમાં ભાજપના વિરોધ અંગે પત્રકારોએ પ્રશ્ન પૂછતા અત્યારે આ બાબતે કોઈ જવાબ નહીં આપી શકીએ તેવું કહી અને જવાબ આપતા શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સવાલોને લઈને અકળાયા ઉઠ્યા હતા. ત્યારબાદ બચાવમાં ઉતરી આવેલા શહેર પ્રમુખે ભાજપ પ્રચંડ બહુમતી સાથે જીતશે કહી દીધું હતું. વિરોધ અંગે કોઈ વધારે જવાબ આપવાનું ટાળીને ભાજપ પ્રચંડ બહુમતીથી જીતશે એવું કહી આગળ જવાબ આપવાનું ટાળી જતાં રહ્યાં હતા. રાજ્યકક્ષાના મંત્રી અને નેતાઓને છોડી શહેર પ્રમુખ પ્રેરક શાહ રવાના થયા હતા. શહેર ભાજપ પ્રમુખે માત્ર પ્રચંડ બહુમતીથી જીતીશું એવા જવાબ બાદ બચાવમાં ઉતરી આવેલા પૂર્વ ગૃહરાજ્યમંત્રી ગોરધનભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે આ કોઈ પહેલી ચૂંટણી નથી. ગામડામાં જઈએ તો વડીલો કહે કે જુઓ ખાડા પડેલા છે. પ્રજાએ ભાજપને મત આપ્યા છે. પ્રશ્નોથી ભાગી જઈએ એ ભાજપ નથી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં મુંબઈ સામે ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી:MI તરફથી દાનિશ માલેવાર અને ક્રિશ ભગતનું ડેબ્યૂ; નમો સ્ટેડિયમમાં મુંબઈ આજ સુધી જીતી નથી
    Next Article
    40 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા:મુખ્ય આરોપી સહિત સાત શખ્સો વોન્ટેડ, મહેસાણાના છઠીયારડામાં SMCની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment