Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    40 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઝડપાયા:મુખ્ય આરોપી સહિત સાત શખ્સો વોન્ટેડ, મહેસાણાના છઠીયારડામાં SMCની કાર્યવાહી

    14 hours ago

    મહેસાણા તાલુકાના છઠીયારડા ગામમાં રાજ્યની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે સફળ દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી દરમિયાન કુલ 40 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે ત્રણ આરોપીઓને રંગે હાથે ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય આરોપી સહિત સાત જેટલા શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ખેતરમાં વિદેશી દારૂનું કટિંગની બાતમી મળતાં જ દબોચાયા મળતી માહિતી મુજબ SMCની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, છઠીયારડા ગામમાં આવેલા નુમાનખાન પઠાણના ખેતરમાં વિદેશી દારૂનું કટિંગ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે SMC ના PSI ડી. એ. તુવર અને તેમની ટીમે તુરંત જ ખેતર પર ઓચિંતો દરોડો પાડ્યો હતો. 18 લાખની 5074 બોટલો સાથે 3 ઝડપાયા દરોડા દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની 5074 નંગ બોટલો મળી આવી હતી. જેની કુલ કિંમત 18,03,935 રૂપિયા જેટલી થવા જાય છે. દારૂ ઉપરાંત ઘટનાસ્થળ પરથી બે ઈનોવા કાર પણ ઝડપાઈ છે.જેની કિંમત 22 લાખ રૂપિયા આંકવામાં આવી છે. આ ઉપરાંત મોબાઈલ ફોન સહિત કુલ 40,08,935 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે. મુખ્ય સૂત્રધાર સહિત 7 વોન્ટેડ ઘટનાસ્થળેથી વિપુલજી ઠાકોર, નરેશજી ઠાકોર અને મદરજી ઠાકોર નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં આ સમગ્ર રેકેટના મુખ્ય સૂત્રધાર તરીકે છઠીયારડાના આનંદ રમેશ રાવળનું નામ સામે આવ્યું છે. આ ઉપરાંત નુમાનખાન અયુબખાન પઠાણ (રહે. છઠીયારડા) અને અમિત ઠાકોર (રહે. લણવા) સહિત કુલ સાત આરોપીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. હાલમાં SMCની ટીમે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    અસારવામાં ભાજપના ઉમેદવારોએ રિક્ષામાં પ્રચાર કર્યો:ભાજપના વિરોધના સવાલથી શહેર ભાજપ પ્રમુખ અકળાઈ ઊભા થઈ ગયા
    Next Article
    Dhandhuka Riots Updates LIVE | ધંધુકા હત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી | Ahmedabad | Crime News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment