Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધંધુકા ધર્મેશ ભરવાડની હત્યા મામલે કલેક્ટરને હિંદુ સંગઠનનોનું આવેદનપત્ર:આરોપીને ફાંસીની સજા અને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવા માગ

    2 days ago

    ધંધુકામાં ધર્મેશ ભરવાડની હત્યાનો મામલે આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળે અમદાવાદ ક્લેકટર ઓફીસ ખાતે બેનર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે. સાથે જ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. છેલ્લા 10 વર્ષમાં 5 જેટલી હત્યાના બનાવ મામલે ધંધુકામાં કાયદો વ્યવસ્થા કથડી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આરોપીને ફાંસીની સજા આપવા હિંદૂ સંગઠનની માગ આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ધર્મેશ ભરવાડ કેસમાં હજુ યોગ્ય ન્યાય નથી મળ્યો અને ત્યાં વધુ એક જેહાદીએ ભરવાડ યુવાનની હત્યા કરવામાં આવી છે. વળી આ હત્યા બાઇક ટકરાવવા જેવી સામાન્ય બાબતમાં કરવામાં આવી છે. આરોપીઓને ફાંસીની સજા થાય અને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ પણ વાંચો- ધંધુકા હત્યા કેસમાં SITની રચના જિલ્લામાં સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ધંધુકામાં બનેલી ઘટનાને લઈને તંત્ર એક્શનમાં આવ્યું છે. ઘટનામાં પોલીસ કાર્યવાહી સાથે ઘટનાની ચૂંટણી પ્રક્રિયા પર અસર ન પડે તેનું પણ ધ્યાન અપાઈ રહ્યું છે. દરેક જિલ્લાઓમાં સંવેદનશીલ વિસ્તારમાં કરવામાં આવતી વ્યવસ્થા જેવી જ ધંધુકામાં સંવેદનશીલ વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવશે. ધંધુકામાં ધર્મેશ ભરવાડાની હત્યા ઘટના બાદ ફરી સર્વે કરી કેટલાક વિસ્તાર સંવેદનશીલ વિસ્તારમાં ઉમેરાય તેવી શક્યતા છે. સંવેદનશીલ વિસ્તારમાં વધુ પોલીસ બંદોબસ્ત ફાળવી ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવે તેવી શક્યતાઓ છે. પોલીસ સાથે સંકલન કરીને જિલ્લા વહીવટી તંત્ર ધંધુકામાં ચૂંટણી વ્યવસ્થાપનની કામગીરી કરશે. ધંધુકાનો જાણો શું હતો બનાવ ધંધુકામાં બે વ્યક્તિ વચ્ચે બાઇક ઓવરટેક કરવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ માથાકૂટ જોતજોતામાં હિંસક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી. સંઘર્ષ દરમિયાન એક વ્યક્તિને હાડકામાં ફ્રેક્ચર થયું હતું, જ્યારે સામા પક્ષે તીક્ષ્ણ હથિયાર (છરી) વડે પગના ભાગે ગંભીર ઘા ઝીંક્યા હતા. વધુ પડતું લોહી વહી જવાને કારણે ઘાયલ યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. અહીં ક્લિક કરી વાંચો શું હતો આખો બનાવ…
    Click here to Read More
    Previous Article
    ગુપ્તપ્રયાગ આશ્રમે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ:મુક્તાનંદબાપુની પ્રેરણાથી ઉના, દીવ, દેલવાડા વિસ્તારમાં લાભ મળશે
    Next Article
    ગિરનાર વિવાદ મામલે જૈન સમાજની આઈજીને ઉગ્ર રજૂઆત.:જૂનાગઢમાં 23 એપ્રિલની રેલી પૂર્વે જૈન સમાજમાંની રજૂઆત; તીર્થંકરો પરની ટિપ્પણીથી આક્રોશ, સુરક્ષા વધારવા આઈજી સમક્ષ કરાઈ હૃદયસ્પર્શી માગણી.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment