Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    23 સપ્ટેમ્બરનું ટેરો રાશિફળ:કન્યા રાશિના લોકો માટે નવી તક સામે આવી શકે છે, વૃશ્ચિક જાતકોના સામાજિક સંપર્કોમાં ફેરફાર થશે

    9 hours ago

    ટેરોકાર્ડ ભવિષ્યફળ મુજબ તમામ રાશિના જાતકોને કેવો રહેશે દિવસ જાણો ડૉ.બબીના પાસેથી… મેષ – The Emperor પરિસ્થિતિઓ પર તમારો કાબૂ મજબૂત રહેશે. ઘરમાં કોઈ મિલકત કે રિપેરિંગ સંબંધિત નિર્ણય આખરી રૂપ લઈ શકે છે. પિતા કે પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય તરફથી ઉપયોગી સલાહ મળશે. અટકેલી ચુકવણી મળવાની શક્યતા બનશે. કોઈ જૂના દસ્તાવેજની જરૂર અચાનક પડી શકે છે. અંગત બાબતોમાં પોતાની સીમાઓ સ્પષ્ટ રાખવી જરૂરી રહેશે. બિનજરૂરી જવાબદારી લેવાથી બચો. કરિયર: વહીવટ, કાયદો, બાંધકામ કે મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોને અધિકાર વધવાની તક મળી શકે છે. લવ: સંબંધમાં સુરક્ષા અને સ્થિરતાની જરૂરિયાત વધશે. પરિણિત લોકો ઘરની મોટી ખરીદી પર સાથે મળીને નિર્ણય લઈ શકે છે. સ્વાસ્થ્ય: ગરદનમાં અકડન અનુભવાઈ શકે છે. માનસિક રીતે વધુ પડતા નિયંત્રણની વૃત્તિ બેચેની વધારી શકે છે. લકી કલર: ગ્રે લકી નંબર: 4 **** વૃષભ – The Temperance ઘરગથ્થુ ખર્ચમાં કોઈ જૂના પેમેન્ટનું એડજસ્ટમેન્ટ થઈ શકે છે. રસોડા કે ઘરની ઉપયોગી વસ્તુ ખરીદવાનો વિચાર બનશે. કોઈ સગા-સંબંધીને મળવાની યોજના અચાનક બદલાઈ શકે છે. લાંબા સમયથી અધૂરું પડેલું નાનું અંગત કામ પૂરું થશે. કોઈ પરિચિત પોતાની વ્યક્તિગત સમસ્યા શેર કરી શકે છે, તેને તરત જ ઉકેલ આપવાને બદલે ધ્યાનથી સાંભળવું વધુ સારું રહેશે. સાંજે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનશે અને મન હળવું અનુભવાશે. કરિયર: શિક્ષણ, બેંકિંગ, સલાહકાર કે HR ક્ષેત્રમાં સંતુલિત નિર્ણયો લાભ આપશે. બે વિભાગો વચ્ચે તાલમેલ બનાવવાની જવાબદારી મળી શકે છે. લવ: દાંપત્ય જીવનમાં નાની-મોટી ઘરેલું અસહમતી શાંતિથી ઉકેલાઈ જશે. અવિવાહિત લોકો કોઈ જૂના પરિચયને નવા દ્રષ્ટિકોણથી જોઈ શકે છે. સ્વાસ્થ્ય: શરીરમાં હળવું વોટર રિટેન્શન, પગમાં ભારેપણું કે પેટમાં અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. લકી કલર: ગ્રીન લકી નંબર: 5 **** મિથુન – The Sun કોઈ એવા સમાચાર મળી શકે છે જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. પરિવારમાં ઘરમા ઉત્સવ જેવું વાતાવરણ બનવાની શક્યતા છે. કોઈ સામાજિક કાર્યક્રમમાં તમારી ઓળખ વધશે. જૂના સંપર્કથી ઉપયોગી તક મળી શકે છે. ખરીદી કરતી વખતે આકર્ષક વસ્તુ પસંદ આવશે, પરંતુ ગુણવત્તા જોઈને જ નિર્ણય લો. તમારી સ્પષ્ટ અભિવ્યક્તિ ઘણા લોકોનું ધ્યાન ખેંચશે. કરિયર: મીડિયા, શિક્ષણ, લેખન, મનોરંજન કે જાહેર સંપર્ક સાથે જોડાયેલા લોકોને ઓળખ મળી શકે છે. પ્રેઝન્ટેશન કે ઈન્ટરવ્યુમાં તમારો આત્મવિશ્વાસ છાપ છોડશે. લવ: સંબંધોમાં ખુલ્લાપણું અને ઉત્સાહ વધશે. અવિવાહિત લોકોની મુલાકાત કોઈ આકર્ષક અને આત્મવિશ્વાસી વ્યક્તિ સાથે થઈ શકે છે. સ્વાસ્થ્ય: ઊર્જા સારી રહેશે, પરંતુ અતિશય સક્રિયતાને કારણે શરીરમાં ગરમી, આંખોમાં થાક કે હળવો માથાનો દુખાવો થઈ શકે છે. લકી કલર: યલો લકી નંબર: 3 **** કર્ક – The Moon મનમાં એકસાથે ઘણા વિચારો ચાલી શકે છે. કોઈ સંબંધીના વર્તનને લઈને ગેરસમજ કે ભ્રમ ઊભો થઈ શકે છે. કોઈ ખર્ચનો વાસ્તવિક અંદાજ અપેક્ષા કરતાં અલગ નીકળી શકે છે. જૂનો ફોટો, વસ્તુ કે મેસેજ અચાનક ભાવુક કરી શકે છે. માત્ર અનુમાનના આધારે પરિણામ પર ન પહોંચો. નજીકની વ્યક્તિની વાતનો ખોટો અર્થ નીકળવાની શક્યતા છે. તથ્યો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી ધીરજ રાખવી જરૂરી રહેશે. કરિયર: સર્જનાત્મક લેખન, સંશોધન કે ફ્રીલાન્સ કામ કરનારાઓને દિશા બદલવાનો વિચાર આવી શકે છે. લવ: ભાવનાઓ ઊંડી રહેશે, પરંતુ તેના કારણે પરિસ્થિતિ વિશે ભ્રમ પણ થઈ શકે છે. અવિવાહિત લોકો કોઈ સંકેતને જરૂર કરતાં વધુ મહત્વ આપી શકે છે. સ્વાસ્થ્ય: ઊંઘમાં વિક્ષેપ, આંખોનો થાક કે માથામાં ભારેપણું અનુભવાઈ શકે છે. માનસિક રીતે અનિશ્ચિતતા બેચેની વધારી શકે છે. લકી કલર: બ્લૂ લકી નંબર: 4 **** સિંહ – The Queen of Wands તમારી ઉપસ્થિતિ પ્રભાવશાળી રહેશે. કોઈ સામાજિક કાર્યક્રમમાં તમારી સક્રિય ભૂમિકા બની શકે છે. ઘરની સજાવટ કે અંગત દેખાવમાં ફેરફારનો વિચાર આવશે. કોઈ મહિલા પરિચિત મહત્વપૂર્ણ માહિતી આપી શકે છે. આર્થિક રીતે નાની વધારાની આવકનો રસ્તો ખૂલી શકે છે. તમારામાં કોઈ જૂનો શોખ ફરી શરૂ કરવાની ઈચ્છા જાગશે. કરિયર: ફેશન, મીડિયા, શિક્ષણ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને પીઆર સાથે જોડાયેલા લોકોએ વિશેષ સક્રિયતા દર્શાવવી પડશે. લવ: તમારા વ્યક્તિત્વનું આકર્ષણ વધશે. અવિવાહિત લોકો કોઈ સામાજિક સમારંભમાં રસપ્રદ મુલાકાત કરી શકે છે. સ્વાસ્થ્ય: પીઠના ઉપરના ભાગમાં ખેંચાણ કે પગમાં થાક અનુભવાઈ શકે છે. લકી કલર: મેજન્ટા લકી નંબર: 6 **** કન્યા – Ace of Pentacles કોઈ નાની પણ ઉપયોગી તક સામે આવી શકે છે. ઘર માટે નવી વસ્તુ ખરીદવા કે કોઈ સુવિધામાં રોકાણ કરવાનો વિચાર બનશે. લાંબા સમયથી શોધાઈ રહેલી વસ્તુ મળી શકે છે. પૈસા પ્રત્યે વ્યવહારુ વિચારસરણી મજબૂત બનશે. પરિવારમાં કોઈ વ્યક્તિ તમારા આર્થિક શિસ્તની પ્રશંસા કરશે. કોઈ સ્થાનિક સંસ્થા કે પરિચિત દ્વારા ઉપયોગી સંપર્ક બનશે. નાની શરૂઆત આગળ જતાં મોટો લાભ આપી શકે છે, તેથી તકને માત્ર તેના શરૂઆતના કદ પરથી ન આંકો. કરિયર: નોકરીમાં નવી જવાબદારી સાથે વધારાની આવકનો રસ્તો ખૂલી શકે છે. વ્યાપારીઓ નવી પ્રોડક્ટ કે સર્વિસ શરૂ કરવા પર વિચાર કરશે. લવ: સંબંધમાં સ્થિરતાનો નવો આધાર બનશે. અવિવાહિત લોકો કોઈ વ્યવહારુ અને ભરોસાપાત્ર વ્યક્તિ સાથે પરિચિત થઈ શકે છે. સ્વાસ્થ્ય: પગ, ઘૂંટી કે કાંડામાં હળવી અકડન અનુભવાઈ શકે છે. પૌષ્ટિક ખોરાક, નિયમિત ચાલવું અને કામની વચ્ચે પોશ્ચર બદલવું ફાયદાકારક રહેશે. લકી કલર: ગ્રીન લકી નંબર: 5 **** તુલા – The Justice કોઈ જૂના નિર્ણયનું પરિણામ સામે આવી શકે છે. ઘરમાં મિલકત, ભાડું કે કોઈ સહિયારી વસ્તુ અંગે નિષ્પક્ષ નિર્ણય લેવો જરૂરી રહેશે. પૂરતી માહિતી વિના કોઈ વ્યક્તિના પક્ષમાં ઊભા રહેવાનું ટાળો. તમારી સામે બે વિકલ્પો આવશે અને બંનેના ફાયદા-ગેરફાયદા સ્પષ્ટ દેખાશે. કોઈ પેમેન્ટની રસીદ કે જૂના રેકોર્ડની જરૂર પડી શકે છે. તમારા પ્રામાણિક અભિપ્રાયને મહત્વ મળશે. કરિયર: કાનૂની, વહીવટી, નાણાકીય કે સરકારી ક્ષેત્રના લોકો માટે દસ્તાવેજી કામ મહત્વપૂર્ણ રહેશે. કરારની શરતોમાં સુધારો થઈ શકે છે. લવ: સંબંધમાં સમાનતાનું મહત્વ વધશે. પરિણિત જાતકો ઘરેલું ખર્ચ કે જવાબદારીઓની યોગ્ય વહેંચણી નક્કી કરી શકે છે. સ્વાસ્થ્ય: કમરના નીચલા ભાગમાં હળવું ખેંચાણ કે લાંબો સમય બેસી રહેવાથી અસ્વસ્થતા થઈ શકે છે. લકી કલર: પ્લમ લકી નંબર: 9 **** વૃશ્ચિક – Death જૂની પરિસ્થિતિનો અંત આવીને નવી વ્યવસ્થાનો માર્ગ ખુલશે. સામાજિક સંપર્કોમાં પણ ફેરફારો જોવા મળશે. એવી વ્યક્તિથી અંતર બનશે જેની ભૂમિકા હવે તમારા જીવનમાં પહેલા જેવી નથી રહી. ખર્ચમાં બિનજરૂરી સબ્સ્ક્રિપ્શન કે સર્વિસ બંધ કરવાનો વિચાર આવશે. શરૂઆતમાં આ પરિવર્તન થોડું અસ્વસ્થ લાગશે, પરંતુ ધીમે ધીમે નવી વ્યવસ્થા વધુ સગવડભરી અને હળવી લાગશે. કરિયર: કરિયરમાં ભૂમિકા બદલવાનો સમય છે. ડિપાર્ટમેન્ટ બદલવા, ક્ષેત્ર છોડવા કે નવી સ્પેશિયલાઈઝેશન શીખવાનો વિચાર મજબૂત થઈ શકે છે. લવ: સંબંધોમાં જૂની પેટર્ન બદલવાની જરૂરિયાત અનુભવાશે. પરિણિત જાતકો જૂના વિવાદને આખરે પાછળ છોડી શકે છે. સ્વાસ્થ્ય: શરીરમાં થાક, સ્નાયુઓમાં અકડન કે ઊર્જામાં ઉતાર-ચઢાવ અનુભવાઈ શકે છે. લકી કલર: બેજ લકી નંબર: 7 **** ધન – Three of Wands બીજા શહેર સાથે જોડાયેલું કોઈ કામ સામે આવશે. ઘરમાં ભવિષ્યની ખરીદી માટે તૈયારીઓ શરૂ થઈ શકે છે. કોઈ પરિચિત તમારા માટે નવો સંપર્ક પૂરો પાડી શકે છે. ઉતાવળમાં પરિણામ ન મળે તો પણ પ્રયાસો ચાલુ રાખો. અલગ વાતાવરણમાં સમય વિતાવવાથી નવી પ્રેરણા મળશે. કોઈ તકનો વાસ્તવિક લાભ તરત જ નહીં, પરંતુ થોડા સમય પછી સ્પષ્ટ થઈ શકે છે. કરિયર: આયાત-નિકાસ, મુસાફરી, ડિજિટલ સેવાઓ કે રિમોટ વર્ક સાથે જોડાયેલા લોકોને વિસ્તરણની તક મળશે. લવ: દૂર રહેતી વ્યક્તિ ભાવનાત્મક રીતે નજીક આવી શકે છે. અવિવાહિત લોકો માટે ઓનલાઈન કે મુસાફરી દરમિયાન પરિચય મહત્વપૂર્ણ બની શકે છે. સ્વાસ્થ્ય: મુસાફરી દરમિયાન પૂરતો આરામ અને હળવી હલનચલન જાળવવી ઉપયોગી રહેશે. લકી કલર: ચારકોલ લકી નંબર: 8 **** મકર – The World એક મહત્વપૂર્ણ ચક્ર પૂર્ણ થવાનો સંકેત છે. લાંબા સમયથી ચાલી રહેલું કોઈ અંગત ધ્યેય સફળતાપૂર્વક પૂરું થઈ શકે છે. કોઈ દૂરના સ્થળેથી સારા સમાચાર મળી શકે છે. ઘર માટે મોટી ખરીદી કે જગ્યા બદલવાની યોજના પર ગંભીરતાથી વિચાર થશે. સામાજિક વર્તુળ વધશે. જૂના પરિચિત સાથે ફરી સંપર્ક સ્થાપિત થઈ શકે છે. કોઈ કામનું અંંતિમ પેમેન્ટ મળવાની શક્યતા બનશે. કરિયર: કરિયરમાં સિદ્ધિઓનો મજબૂત તબક્કો દેખાય છે. વિદેશી સંસ્થા, મોટા સંગઠન કે દૂરના બજારમાંથી તક મળી શકે છે. લવ: સંબંધમાં પરિપક્વતા અને સંતોષ વધશે. પરિણિત જાતકો ભવિષ્યની મોટી યોજના, જેમ કે ઘર બદલવું કે સંયુક્ત રોકાણ, પર સહમતિ બનાવી શકે છે. સ્વાસ્થ્ય: ઉર્જાનું સ્તર સારું રહેશે, પરંતુ લાંબા સમય સુધી વ્યસ્ત રહેવાથી પગ કે પીઠમાં થાક જમા થઈ શકે છે. લકી કલર: આઇવરી લકી નંબર: 1 **** કુંભ – The Hermit ભીડથી થોડા અલગ રહીને પોતાના કામ પર ધ્યાન આપવાની જરૂરિયાત અનુભવાશે. ઘરમાં કોઈ જૂના ઉપકરણ કે સામાનનું રિપેરિંગ કરાવવું પડી શકે છે. એકલા સમય વિતાવવાથી કોઈ અંગત પ્રશ્નનો જવાબ મળી શકે છે. ખર્ચમાં સાદગી અપનાવવાનો વિચાર આવશે. સામાજિક આમંત્રણો ઓછા સ્વીકારવાની ઈચ્છા થઈ શકે છે. કોઈ જૂનું પુસ્તક, નોટ કે દસ્તાવેજ મહત્વપૂર્ણ માહિતી આપશે. બીજાના અભિપ્રાય સાંભળવા સારા રહેશે, પરંતુ આખરી નિર્ણય પોતાની વાસ્તવિક જરૂરિયાતો મુજબ લો. કરિયર: સંશોધન, લેખન, ટેકનિકલ એનાલિસિસ કે નિષ્ણાતની સલાહ સાથે જોડાયેલા લોકોને એકાંતમાં વધુ સારા પરિણામો મળશે. લવ: ભાવનાત્મક રીતે થોડા અંતરની જરૂરિયાત અનુભવાઈ શકે છે. પરિણિત જાતકોને અંગત સમય મળવાથી સંબંધો સુધરશે. સ્વાસ્થ્ય: વધુ એકલા રહેવાથી વિચારોનો ભાર વધી શકે છે. લકી કલર: લવેન્ડર લકી નંબર: 7 **** મીન – The Star આશા અને આત્મવિશ્વાસની નવી ઉર્જા અનુભવાશે. કોઈ જૂની ઈચ્છા ફરીથી મહત્વપૂર્ણ લાગી શકે છે. અટકેલી યોજના માટે યોગ્ય સંસાધનો મળી શકે છે. સામાજિક સંપર્કોમાં તમારી સહજ લોકપ્રિયતા વધશે. આર્થિક રીતે નાનો લાભ કોઈ મોટી ચિંતા દૂર કરી શકે છે. કોઈ વ્યક્તિ પાસેથી મળેલી પ્રેરણા તમારા ભવિષ્યની દિશા બદલી શકે છે. પરિસ્થિતિઓ તરત નહીં બદલાય, પરંતુ આગળ વધવાના સંકેતો સ્પષ્ટ દેખાશે. કરિયર: લેખન, ડિઝાઇન, મીડિયા, તબીબી, શિક્ષણ કે સર્જનાત્મક ક્ષેત્રોમાં નોંધપાત્ર તકો બની શકે છે. લવ: ભાવનાત્મક જીવનમાં ઉમેદ અને આકર્ષણ વધશે. અવિવાહિત લોકો કોઈ શાંત અને સંવેદનશીલ સ્વભાવવાળી વ્યક્તિ સાથે જોડાઈ શકે છે. સ્વાસ્થ્ય: માનસિક થાક ઓછો થવા લાગશે, પરંતુ મોડી રાત સુધી જાગવાથી શરીરની ઉર્જા પ્રભાવિત થઈ શકે છે. લકી કલર: પીચ લકી નંબર: 3
    Click here to Read More
    Previous Article
    બુધવારનું રાશિફળ:સિંહ રાશિના કૌટુંબિક વિવાદો ઉકેલાશે, કુંભ રાશિને ચારે બાજુથી સફળતા મળશે
    Next Article
    23 સપ્ટેમ્બરનું અંકફળ:અંક 5ના જાતકો માટે આજનો દિવસ શુભફળદાયી રહેશે, અંક 7ના જાતકોને ભાગ્યનો સાથ મળશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment