Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુપ્તપ્રયાગ આશ્રમે નિઃશુલ્ક ટિફિન સેવા શરૂ:મુક્તાનંદબાપુની પ્રેરણાથી ઉના, દીવ, દેલવાડા વિસ્તારમાં લાભ મળશે

    2 days ago

    ઉનાના ગુપ્તપ્રયાગ આશ્રમ ખાતે ઓલ ઈન્ડિયા સાધુ સમાજના પ્રમુખ મુક્તાનંદબાપુની પ્રેરણાથી નિઃશુલ્ક ટિફિન સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સેવા ઉના, દીવ, દેલવાડા અને ધોધલા સહિતના વિસ્તારોમાં પૂરી પાડવામાં આવશે. 'હરિઓમ અન્ન સેવા' નામની આ પહેલ અંતર્ગત વૃદ્ધો, દિવ્યાંગો અને નિરાધાર લોકોને સવાર-સાંજ ભરપેટ ભોજન પૂરું પાડવામાં આવશે. આ સેવા દ્વારા જરૂરિયાતમંદોને નિયમિત ભોજન મળી રહેશે. આ નિઃશુલ્ક અન્ન સેવા માત્ર ઉના-દીવ વિસ્તાર પૂરતી સીમિત નથી, પરંતુ જૂનાગઢ, બિલખા, ચાપરડા અને મુનિ પળી જેવા અન્ય સ્થળોએ પણ વૃદ્ધો અને દિવ્યાંગોને ભોજન પૂરું પાડવામાં આવે છે. પરમ પૂજ્ય મુક્તાનંદબાપુનો મુખ્ય ઉદ્દેશ્ય "કોઈ ભૂખ્યું ન સૂવે" તે છે, અને આ સેવા દ્વારા તેમનો આ લક્ષ્ય સાર્થક થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઉના-દેલવાડા ખાતે આવેલા ગુપ્તપ્રયાગ આશ્રમમાં સવાર-સાંજ અન્નક્ષેત્ર દર્શનાર્થીઓ તેમજ ત્યાંના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે પહેલેથી જ કાર્યરત છે.
    Click here to Read More
    Previous Article
    હારીજમાં ધારાસભ્યની હાજરીમાં બૂટલેગરે સભા સંબોધી, 'આજથી દારૂ વેચવાનું બંધ':રાજકોટમાં રીવાબા બોલ્યા કોંગ્રેસને જડબાતોડ જવાબ મળશે, નણંદ નયનાબાએ કહ્યું એ તો 28મીએ ખબર પડશે
    Next Article
    ધંધુકા ધર્મેશ ભરવાડની હત્યા મામલે કલેક્ટરને હિંદુ સંગઠનનોનું આવેદનપત્ર:આરોપીને ફાંસીની સજા અને ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment