Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યસભાના સાંસદની રજૂઆતને મળી સફળતા:વેરાવળનાં સવની પાસે હિરણ નદી ઉપર 28 કરોડના ખર્ચે ડેમ બનશે,10થી વધુ ગામના ખેડૂતોને ફાયદો

    21 hours ago

    વેરાવળનાં સવની ગામ નજીક આવેલ હિરણ નદી ઉપર ડેમ બનાવવાની મંજૂરી મળી ચૂકી છે.આ ડેમનું નિર્માણ થતા આસપાસના પંથકના ખેડૂતોને ફાયદો થશે. એકાદ વર્ષથી રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર દ્વારા સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી હતી હિરણ નદી ઉપર અત્યારે બે ડેમ આવેલ છે જેમાં હિરણ 1 અને હિરણ 2 ડેમનો સમાવેશ થાય છે પરંતુ હિરણ 2 ડેમ ભરાયા બાદ વધારાનુ પાણી હિરણ નદીમા વહી અને દરીયામા વહી જાય છે અને આ પાણીનો કોઈ ઉપયોગ થતો નથી.જેથી હિરણ નદી ઉપર મોટો ડેમ બનાવવામાં આવે તો આ પાણી રોકી શકાય અને આ વિસ્તારના ખેડૂતોને ફાયદો થઈ શકે જે બાબતની ખેડૂતો દ્વારા નવ નિર્મિત રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમારને કરવામાં આવેલ અનેમાનસિંહ પરમારે છેલ્લા એકાદ વર્ષથી ગાંધીનગર ખાતે રજૂઆતો કરી હતી જેને સફળતા મળી છે અને સવની ગામ નજીક આવેલ હિરણ નદી ઉપર 28 કરોડના ખર્ચે ડેમ બનાવવાની મંજૂરી આપવામાં આવેલ છે. વરસાદી પાણીનો સંગ્રહ થશે ડેમ બનવાથી પાણીનો સંગ્રહ કરી શકાશે.સિંચાઈ વિભાગના અધિકારી અભિષેક રવૈયા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ યોજનામાં મિડલ ગેટ ( સ્ટોપ લોગ ) આવશે.જેમાં 35 ગેટ આવશે અને ચોમાસની સીઝનમાં વરસાદ બાદ પાણીનો સંગ્રહ કરી શકાશે.જેથી આસપાસની જમીનનું ધોવાણ પણ અટકશે અને પાણીનો સંગ્રહ થશે.
    Click here to Read More
    Previous Article
    સુરતના ‘નક્ષત્ર સેફ વોલ્ટ’માંથી 3.50 કરોડની જ્વેલરી ચોરીની ઇનસાઇડ સ્ટોરી:ચાવી બનાવનારને એક લોકર તોડવાના રૂ.1,200 આપતા, ગૂગલ જેમિનીથી CCTV ડિલીટ કર્યા
    Next Article
    Mumatpura Leopard Sighting Clarified | અમદાવાદમાં કર્ણાવતી પાસે દીપડા દેખાવા મુદ્દે ખુલાસો | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment