Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકામાં 30 હજાર ભારતીય મજૂરોએ કામ છોડી દીધું:તેમની પાસે પુરા કાગળીયા નથી, પકડાઈ જવાનો ભય; ફળો-શાકભાજીના ભાવ વધવાની આશંકા

    1 day ago

    અમેરિકાના કેલિફોર્નિયામાં આશરે 30 હજાર ભારતીય મજૂરોએ ખેતીનું કામ છોડવું પડ્યું છે. તેમાંથી ઘણા મજૂરો પાસે અમેરિકામાં રહેવા અને કામ કરવા માટેના સંપૂર્ણ દસ્તાવેજો નથી. આવી સ્થિતિમાં ઇમિગ્રેશન એજન્સી ICEના દરોડા અને પકડાઈ જવાના ડરથી મજૂરો ખેતરોમાં કામ કરવાનું ટાળી રહ્યા છે. અહેવાલ મુજબ ખેતરોમાં મજૂરોની અછત સર્જાશે તો ફળો અને શાકભાજીના ભાવ 30થી 32% સુધી વધી શકે છે. અમેરિકામાં એક લાખ ભારતીય મજૂરો ખેતી સાથે જોડાયેલું કામ કરી રહ્યા છે અમેરિકામાં જરૂરી દસ્તાવેજો વિના રહેતા આશરે 7.5 લાખ ભારતીયોમાંથી લગભગ એક લાખ લોકો ખેતી સાથે જોડાયેલું કામ કરે છે. ઇમિગ્રેશન એજન્સી ICE ગ્રામીણ વિસ્તારો અને ખેતરોમાં પણ દરોડા પાડી રહી છે. કેલિફોર્નિયાથી લઈને કેન્સાસ સુધી અનેક જગ્યાએ ખેતરોમાં મજૂરોની અછત જોવા મળી રહી છે. ટ્રમ્પ સરકાર પ્રવાસીઓને દેશમાંથી હાંકી કાઢવાની કાર્યવાહી પોતાની મોટી સિદ્ધિ ગણાવી રહી છે. કેલિફોર્નિયામાં હજારો લોકોની અટકાયત કેલિફોર્નિયામાં ડેમોક્રેટિક પાર્ટીની સરકાર છે. ટ્રમ્પે રાજ્ય સરકાર પર પ્રવાસીઓને સંરક્ષણ આપવાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ ICE ત્યાં પણ કાર્યવાહી કરી રહી છે. રિપોર્ટ મુજબ, છેલ્લા બે મહિનામાં હજારો ખેતમજૂરોને પકડીને અટકાયત કેન્દ્રોમાં રાખવામાં આવ્યા છે. કેટલાક લોકોને દેશમાંથી હાંકી કાઢવામાં પણ આવ્યા છે. વકીલ વિના પોતાનો પક્ષ રજૂ કરવો મુશ્કેલ અમેરિકામાં જરૂરી દસ્તાવેજો વિના રહેતા લોકોને પણ કેટલાક કાનૂની અધિકારો મળે છે. પરંતુ રિપોર્ટ મુજબ, ઘણા પ્રવાસીઓ માટે આ અધિકારોનો ઉપયોગ કરવો મુશ્કેલ બની ગયો છે. તેમણે પોતાના વકીલની વ્યવસ્થા જાતે કરવી પડે છે. જેઓ પાસે વકીલ કરવાની ફી ચૂકવવાના પૈસા નથી, તેમના માટે કાનૂની મદદ મેળવવી મુશ્કેલ છે. આવી સ્થિતિમાં કેટલાક લોકોને પોતાની વાત રજૂ કરવાની સંપૂર્ણ તક મળ્યા વિના જ દેશમાંથી કાઢી મુકવાનું જોખમ છે. પૉલિટિકોની રિસર્ચ મુજબ, 40થી વધુ કોર્ટોએ લગભગ 5 હજાર પ્રવાસીઓના પક્ષમાં ચુકાદા આપ્યા છે. તેમ છતાં પ્રવાસીઓને સરકાર તરફથી ઇમિગ્રેશન વકીલ મળી રહ્યા નથી. દરોડાથી બચવા માટે ભારતીયો કામ બદલી રહ્યા છે ICEની કાર્યવાહીથી ડરીને ઘણા ભારતીય મજૂરોએ ખેતરોમાં કામ કરવાનું ઘટાડી દીધું છે. કેટલાક લોકો હવે પેટ્રોલ પંપો, કરિયાણાની દુકાનો અને ઇમારતોના બાંધકામ સાથે સંકળાયેલા કામોમાં લાગી ગયા છે. અહેવાલ મુજબ, હાલમાં આ સ્થળોએ દરોડાનો ભય ઓછો છે. કેટલાક ભારતીય મજૂરો મેક્સિકો પણ ગયા છે, પરંતુ તેમની સંખ્યા ઓછી હોવાનું જણાવાઈ રહ્યું છે. તેનું એક કારણ એ છે કે ત્યાં ખેતરોમાં કામ કરવા બદલ અમેરિકાની સરખામણીએ ઓછા પૈસા મળે છે. ટ્રમ્પની ચૂંટણીની વ્યૂહરચનાની ખેતી પર અસર પડશે? મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ જુરાવિચના જણાવ્યા મુજબ, મિડટર્મ ચૂંટણીમાં સમર્થન મેળવવા માટે ટ્રમ્પ સરકાર પ્રવાસીઓને દેશમાંથી હાંકી કાઢવા પર ભાર આપી રહી છે. પરંતુ આ કાર્યવાહીની અસર ખેતી પર પડી શકે છે. અમેરિકામાં લેટિન અમેરિકા, આફ્રિકા અને એશિયાથી આવેલા મજૂરો ખેતરોમાં કામ કરે છે. તેમને પોતાના દેશની સરખામણીએ વધુ મજૂરી મળે છે, પરંતુ ઘણી વખત તેમની મજૂરી અમેરિકન મજૂરો કરતાં ઓછી હોય છે. ટ્રમ્પની રણનીતિથી ખેડૂતોને નુકસાન અમેરિકાની ખેતીમાં મશીનોની સાથે મોટી સંખ્યામાં મજૂરોની પણ જરૂર પડે છે. જો ખેતરોમાં કામ કરતા મજૂરોની સંખ્યા ઘટી જશે, તો પાકનું વાવેતર, સંભાળ અને લણણીને અસર થઈ શકે છે. તેનાથી ખેડૂતોનું નુકસાન વધવાની અને ખાદ્યપદાર્થોના ભાવ વધવાની આશંકા છે. રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે આ કાર્યવાહીથી અમેરિકાના કૃષિ ક્ષેત્રને વાર્ષિક આશરે 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. ફળો અને શાકભાજીના ભાવ 30થી 32% સુધી વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે. સ્ટ્રોબેરી જેવા ઝડપથી બગડી જતા પાકો પર તેની અસર વધુ થઈ શકે છે. અમેરિકાની ખેતી પ્રવાસી મજૂરો પર કેટલી નિર્ભર? અમેરિકાના નેશનલ એગ્રીકલ્ચરલ વર્કર્સ સર્વે અનુસાર, ખેતરોમાં કામ કરતા આશરે 45% મજૂરો પ્રવાસી છે. અહેવાલ મુજબ, તેમાંના મોટા ભાગના એવા વિદેશી મજૂરો છે જેમની પાસે જરૂરી દસ્તાવેજો નથી. આથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાની ખેતીમાં પ્રવાસી મજૂરોની મહત્વપૂર્ણ ભૂમિકા છે. અમેરિકન ફાર્મ બ્યુરો ફેડરેશન અનુસાર, ખેડૂતોએ ગયા વર્ષે ખેતરોમાં મજૂરો માટે 4.15 લાખ જગ્યાઓની જાહેરાત કરી હતી, પરંતુ માત્ર 182 શ્વેત મજૂરોએ અરજી કરી. બીજી તરફ, આઇડાહોમાં કરવામાં આવેલા એક સર્વેમાં 53% લોકોએ માન્યું કે ICEના દરોડાથી ખેતીને નુકસાન થઈ શકે છે.
    Click here to Read More
    Previous Article
    છોટા ઉદેપુરમાં જિલ્લા વેક્સિન સ્ટોરનું લોકાર્પણ:સાંસદ જશુભાઇ રાઠવા અને જીલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવાએ ઉદ્ઘાટન કર્યું, આશા બહેનોને ડિજિટલ કીટ અપાઈ
    Next Article
    દિલ્હીમાં આજે કોકરોચ પાર્ટીની તિરંગા રેલી:28 હજાર સુરક્ષાકર્મી તૈનાત; દીપકેનો દાવો- કોઈપણ સમયે મારી ધરપકડ થઈ શકે છે, માનહાનિ કેસમાં ધ્રુવ રાઠીની મુશ્કેલીઓ વધી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment