Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણાના રામોસણા બ્રિજ પર દોડતી ઇકોમાં આગ:કારમાં વાયર બળ્યા ને આગે વિકરાળ સ્વરૂપ લેતાં ગાડી બળીને ખાખ, ચાલકની સમયસૂચકતાથી જાનહાનિ ટળી

    2 days ago

    મહેસાણાના રામોસણા બ્રિજ પર સોમવારે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં મહેસાણાથી ડીસા જઈ રહેલી એક ઇકો કારમાં અચાનક આગ લાગતા વાહન બળીને ખાખ થઈ ગયું હતું. બનાસકાંઠા પાસિંગની GJ08BS4162 નંબરની આ કારમાં સવાર ચાલકની સમયસૂચકતાને કારણે મોટો અનર્થ ટળ્યો હતો. કારમાં વાયર બળ્યા ને આગે વિકરાળ સ્વરૂપ લેતાં ગાડી બળીને ખાખ બનાવની વિગત મુજબ ચાલક શામળભાઈ નાયી જ્યારે કાર લઈને રામોસણા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને ગાડીમાં અજીબ દુર્ગંધનો અહેસાસ થયો હતો. કંઈક અજુગતું હોવાની આશંકાએ તેમણે તાત્કાલિક ગાડીને રસ્તાની બાજુમાં સાઈડ પર ઉભી રાખી હતી. ગાડીમાંથી નીચે ઉતરીને તપાસ કરતા તેમને જાણવા મળ્યું હતું કે, ગાડીના વાયર બળી રહ્યા છે. જોતજોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કારને લપેટમાં લઈ લીધી હતી. કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ ઘટનાની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગના જવાનોએ આશરે 4000 લીટર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. રામોસણા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો આ અચાનક બનેલી ઘટનાને પગલે રામોસણા બ્રિજ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે, ચાલક શામળભાઈએ સમયસૂચકતા વાપરી ગાડીમાંથી તાત્કાલિક બહાર નીકળી જતાં આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ખુલો કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં PSIની પરીક્ષામાં ચોરી, ઉમેદવારે 'સ્પાઈડરમેન' સ્ટાઈલમાં કર્યું પ્લાનિંગ:એક્ઝામ પહેલા સ્કૂલનો 10 ફૂટનો દરવાજો કૂદી બેંચ નીચે મોબાઈલ ચોટાડ્યો પણ 'ગુંદર' દગો દઈ ગયો
    Next Article
    સ્કૂટરની તોડફોડ કરી ઘર પર પથ્થરમારો કરનાર 8 શખસો દબોચાયા:હાદાનગરમાં મહિલાની છેડતી મુદ્દે આતંક મચાવ્યો હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment