Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં PSIની પરીક્ષામાં ચોરી, ઉમેદવારે 'સ્પાઈડરમેન' સ્ટાઈલમાં કર્યું પ્લાનિંગ:એક્ઝામ પહેલા સ્કૂલનો 10 ફૂટનો દરવાજો કૂદી બેંચ નીચે મોબાઈલ ચોટાડ્યો પણ 'ગુંદર' દગો દઈ ગયો

    13 hours ago

    સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈને ખાખી પહેરવાનું સપનું જોનારા લાખો યુવાનો મહેનત કરી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરના એક ઉમેદવારે 'શોર્ટકટ' અપનાવી ખાખીને જ પડકાર ફેંક્યો હતો. સુરતની સ્કૂલમાં PSIની પરીક્ષા આપવા આવેલા રિષભ યાદવે ફિલ્મી સ્ટાઈલમાં ચોરીનું પ્લાનિંગ કર્યું હતું પરંતુ, પરીક્ષા શરૂ થાય તે પહેલા જ તેનો ભાંડો ફૂટી ગયો અને હવે તેની વિરુદ્ધ નવા કડક કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. કોણ છે આ 'ચતુર' ઉમેદવાર? પોલીસ ફરિયાદ મુજબ, આરોપીનું નામ રિષભ રાજકુમાર યાદવ (રહે. 22, ઘર નં. એ-19, કુંભની રેસીડેન્સી, અંકલેશ્વર) છે. તે 19 એપ્રિલ, 2026ના રોજ અમરોલી સ્થિત મધુવન ઇન્ટરનેશલ સ્કૂલ (સેન્ટર નં.101) ખાતે PSIની પરીક્ષા આપવા આવ્યો હતો. તેને ખબર હતી કે પ્રવેશ સમયે કડક ચેકિંગ હશે, તેથી તેણે અગાઉથી જ ગેરરીતિનું મોટું ષડયંત્ર રચી નાખ્યું હતું. 10 ફૂટનો દરવાજો કૂદી ક્લાસમાં એન્ટ્રી રિષભ સવારે 7.30 વાગ્યે ગેટ ખૂલે તેની રાહ જોવાને બદલે, સવારે 6.30 વાગ્યે જ સ્કૂલના પાછળના ભાગે પહોંચી ગયો હતો. તે પાછળનો દરવાજો કૂદીને પાર્કિંગમાં પ્રવેશ્યો અને ત્યાંથી 10 ફૂટ ઊંચો બેઝમેન્ટનો દરવાજો કૂદી અંદર ઘૂસી ગયો હતો. કોઈ ગાર્ડની નજરે ચઢે તે પહેલા જ તે ચોથા માળે પહોંચી પોતાના પરીક્ષા ખંડમાં જઈ બેસી ગયો હતો. બેંચ નીચે OPPOનો મોબાઈલ ચોંટાડ્યો, પણ વજન ન ખમાયું પોતાની બેંચ પાસે પહોંચી રિષભે Oppo કંપનીનો F29 મોડલનો સ્માર્ટફોન સેલોટેપ વડે બેંચના નીચેના ભાગે છુપાવી દીધો હતો. તેને આશા હતી કે પરીક્ષા સમયે તે આરામથી ગુગલ કે સોશિયલ મીડિયાની મદદથી જવાબો લખશે. પરંતુ, નસીબની બલિહારી જુઓ! મોબાઈલનો ભાર વધુ હોવાથી સેલોટેપ ઉખડી ગઈ અને મોબાઈલ જોરદાર અવાજ સાથે નીચે પટકાયો. સ્ટાફની નજર આ ફોન પર પડી અને રિષભનો પ્લાન ચોપટ થઈ ગયો. 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ આ મામલાની ગંભીરતા જોઈને પોલીસે રિષભ વિરુદ્ધ ગુજરાત જાહેર પરીક્ષા (ગેરરીતિ અટકાવવા બાબત) અધિનિયમ-2023ની કલમ 3 અને 12(1) હેઠળ ગુનો નોંધ્યો છે. આ ઉપરાંત ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 329(3) અને 223 પણ ઉમેરવામાં આવી છે. નવા કાયદા મુજબ ગેરરીતિ કરનારને ભારે દંડ અને જેલની સજા થઈ શકે છે. પરીક્ષા આપવાને બદલે જેલની હવા ખાશે મધુવન ઇન્ટરનેશલ સ્કૂલના સ્ટાફ અને પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. આહિર દ્વારા ત્વરિત કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપી રિષભને પરીક્ષા આપવા દેવામાં આવી ન હતી અને તેની અટકાયત કરવામાં આવી હતી. હવે આ 'સ્પાઈડરમેન' ઉમેદવારે તેની કારકિર્દીના જોખમે જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રામાણિકતાથી મહેનત કરનારા ઉમેદવારો માટે આ એક મોટો બોધપાઠ છે કે, ટેકનોલોજી અને ચતુર પ્લાનિંગ પણ કાયદાના લાંબા હાથથી બચાવી શકતા નથી. અમદાવાદના વસ્ત્રાલમાં પેપર સીલ ખોલેલું આવ્યું હોવાનો ઉમેદવારોનો આક્ષેપ ગતરોજ અમદાવાદના વસ્ત્રાલ રોડ પર આવેલી ભાવના ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલમાં PSI પરીક્ષાનું પેપર સીલ ખોલેલું આવ્યું હોવાનો ઉમેદવારોએ આક્ષેપ કર્યો હતો. ઉમેદવારો રજૂઆત કરવા જતા સુપરવાઇઝરે તમારે એ નહીં જોવાનું કહેતા ઉમેદવારોએ ભારે હોબાળો કર્યો હતો. તમારે પેપર આપવું હોય તો આપો એવી ભાષામાં વાત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. (સંપૂર્ણ સમાચાર વાંચો) GPRB PSIની મુખ્ય લેખિત પરીક્ષા 86 હજાર ઉમેદવારે આપી હાજરી ગુજરાત પોલીસ રિક્રૂટમેન્ટ બોર્ડ (GPRB)ના ઉપક્રમે પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર (બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, હથિયારધારી પોલીસ સબ ઇન્સપેક્ટર, પ્લાટુન કમાન્ડર, જેલર ગ્રુપ-2)ની કુલ 858 પોસ્ટ પર ભરતી માટેની બીજા તબક્કાની લેખિત પરીક્ષા માટે નોંધાયેલા કુલ 1.10 લાખ ઉમેદવારોમાંથી 86 હજાર ઉમેદવારો ઉપસ્થિત રહેતાં ઉપસ્થિત ઉમેદવારોની ટકાવારી 78.18 ટકા જોવા મળી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે સભ્ય થવાની વય, કુંવરબાઈનું મામેરું યોજનાના પ્રશ્નો પુછાયા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સમગ્ર પ્રશ્નપત્રનું સ્તર ‘મોડરેટથી અઘરા’ (મોડરેટ ટુ હાર્ડ) સ્તરનું રહ્યું હતું. પેપરમાં ડેટા ઈન્ટરપ્રિટેશન અને લોજિકલ રિઝનિંગના પ્રશ્નો ખૂબ જ લાંબા હોવાથી વિદ્યાર્થીઓનો સમય વેડફાયો હતો. 200 માર્કના પેપરમાં જે પ્રશ્નો પૂછાયા હતા તેમાં મુખ્યત્વે કુંવરબાઈનું મામેરું યોજના, ક્યાં સ્થળને ગુજરાતના પ્રથમ જૈવ વિવિધતા હેરિટેજ સાઈટ તરીકે જાહેર કરાયું, 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની વસ્તી ગીચતા કેટલી છે, કોરોના વાઈરસ કોવિડ-19 ક્યાં વાઈરસને કારણે થતો રોગ છે, કોણે સૌ પ્રથમ વાર ‘મહાગુજરાત’ શબ્દની રચના કરી હતી, વર્ષ-2025માં ગુજરાતની માથાદીઠ આવક કેટલાને પાર કરી ગઈ હતી, કિશોરીઓમાં ક્યાં કેન્સરને રોકવા માટે વડાપ્રધાને રાષ્ટ્રવ્યાપી HPV રસીકરણ કાર્યક્રમ શરૂ કર્યો છે તેવા પ્રશ્નો પૂછ્યા હતા. બંધારણના પ્રશ્નો પ્રમાણમાં સીધા હતા (જેમ કે આર્ટિકલ 5થી 11 નાગરિકતા અને આર્ટિકલ 393 સંક્ષિપ્ત નામ), જે વિદ્યાર્થીઓ માટે રાહતરૂપ રહ્યા હતા. જોકે 0.25 માઈનસ પદ્ધતિ હોવાથી અને પેપર લંબાયેલું હોવાથી જે વિદ્યાર્થીઓએ સમયનું સચોટ આયોજન કર્યું હશે તેઓ જ સ્પર્ધામાં આગળ રહેશે. પ્રશ્નોનું એનાલિસિસ કરંટ અફેર્સમાં ‘ભવિષ્ય’ ડોકાયુંઃ પરીક્ષામાં કરંટ અફેર્સ વિભાગે બધાને ચોંકાવ્યા હતા, કારણ કે તેમાં જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 સુધીના તાજા પ્રશ્નો પૂછાયા હતા. ચંદ્રયાન-4 મિશનઃ ફેબ્રુઆરી 2026ની સ્થિતિએ ચંદ્ર પર ઉતરવા માટે પસંદ કરેલ સ્થળ (મોન્સ માઉટન-4) વિશે પ્રશ્ન પૂછાયો હતો. ગુજરાત બજેટઃ વર્ષ 2026-27ના ગુજરાત બજેટની ફાળવણી અને જોગવાઈઓ (રૂ.4,08,053 કરોડ) અંગેના તથ્યો પૂછવામાં આવ્યા હતા. નવા જિલ્લાના તાલુકાઃ નવા રચાયેલ વાવ-થરાદ જિલ્લાના તાલુકાઓ વિશેની ભૌગોલિક જાણકારી પણ કસોટી કરનારી હતી. પઝલ, મેથ્સ ગણતરી, તાર્કિક પ્રશ્નોમાં વિદ્યાર્થીઓ અટવાયા? સીટિંગ અરેન્જમેન્ટ અને પઝલઃ સાત મિત્રો, સાત શહેરો અને અલગ-અલગ વાહનોના પરસ્પર સંબંધો નક્કી કરતી પઝલ (પ્રશ્ન 21 થી 25) સૌથી વધુ સમય ખાઈ ગઈ હતી. મેથ્સ ગણતરીઃ ટ્રેનની ઝડપ , ચક્રવૃદ્ધિ વ્યાજ અને ભૂમિતિમાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટેની ગણતરીઓએ ઉમેદવારોની પરીક્ષા લીધી હતી. તાર્કિક પ્રશ્નોઃ વેન આકૃતિમાં લોખંડ, હરણ અને પાઈનેપલ જેવા ભિન્ન જૂથો વચ્ચેનો સંબંધ દર્શાવવામાં પણ વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા.
    Click here to Read More
    Previous Article
    Alia Bhatt's Trainer Reveals Her "Ultra Disciplined" Routine And Clean Food Habits
    Next Article
    મહેસાણાના રામોસણા બ્રિજ પર દોડતી ઇકોમાં આગ:કારમાં વાયર બળ્યા ને આગે વિકરાળ સ્વરૂપ લેતાં ગાડી બળીને ખાખ, ચાલકની સમયસૂચકતાથી જાનહાનિ ટળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment