Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકનો આપઘાત:માંજલપુર વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી, યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું

    11 hours ago

    વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. આ બનાવમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર છૂટક મંજુરી સેન્ટિંગ કામ કરતો હતો અને આજે રજા પાડી રોકાયો હતો. આ દરમિયાન અગમ્ય કારણોસર સવારે નવ વાગ્યા આસપાસ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માંજલપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો આ યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે. તેનું નામ દાનિશ અસજરે ( ઉંમર વર્ષ 20) અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તે GIDC ગેઈટ સામે આવેલા લકી એપાર્ટમેન્ટમાં શ્રમિક તરીકે કામ કરતો હતો અને સેન્ટિંગનું કામ કરતો હતો. આ પગલું ભરતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ યુવકે આજે કામગીરીમાંથી રજા લીધી હતી અને તે કન્સ્ટ્રક્શન સાઇટના ત્રીજા માળે હતો અને ત્યાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટનામાં માંજલપુર પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવશે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને યુવકે આપઘાત શા માટે કર્યો છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે. આ યુવક શ્રમિક તરીકે પોતાના સંબંધી સાથે અહીંયા રહેતો હતો અને સેન્ટીંગનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનવાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    દમણ પોલીસે કડૈયામાં બે સ્થળે દરોડા પાડ્યા:₹19 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો
    Next Article
    મિસ્ટર રામાશ્રય, આ રહ્યા મુસાફરો પર ડંડા વરસાવતા વીડિયો:પણ ઉધના રેલવે સ્ટેશને પર લાઠીચાર્જ થયાનો વેસ્ટર્ન રેલવેના GMનો ઇન્કાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment