Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મિસ્ટર રામાશ્રય, આ રહ્યા મુસાફરો પર ડંડા વરસાવતા વીડિયો:પણ ઉધના રેલવે સ્ટેશને પર લાઠીચાર્જ થયાનો વેસ્ટર્ન રેલવેના GMનો ઇન્કાર

    13 hours ago

    સુરતના ઉધના રેલવે સ્ટેશને 19 એપ્રિલે શ્રમિકોની ભારે ભીડને કારણે મચેલી અફરાતફરીની ઘટનાને રેલવે તંત્રએ ગંભીરતાથી લીધી છે. જેથી સ્થિતિની સમીક્ષા કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડે આજે ઉધના સ્ટેશને આવ્યા હતા. જનરલ મેનેજરે સ્ટેશનના પ્લેટફોર્મ, એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ અને પ્રતીક્ષા ખંડ સહિતના વિસ્તારોની વિગતવાર મુલાકાત લીધી હતી. તેમની સાથે રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ હાજર રહ્યો હતો. નિરીક્ષણ દરમિયાન તેમણે તે ચોક્કસ સ્થળોની તપાસ કરી હતી જ્યાં ભીડ બેકાબૂ બની હતી. જો કે પોલીસે લાઠીચાર્જ કર્યો હોવાના ભાસ્કર પાસે વીડિયો હોવાછતાં તેમણે આ વાતનો ઇન્કાર કર્યો હતો. ગઈકાલની ઘટના બાદ દોડી આવેલા વેસ્ટર્ન રેલવેના જીએમ રામાશ્રય પાંડેએ જણાવ્યું હતું કે, ‘અફરાતફરી થઈ હતી કારણ કે લોકોને એવું લાગ્યું કે આ છેલ્લી ટ્રેન છે અને ત્યારબાદ કોઈ સ્પેશિયલ ટ્રેન નહીં ચાલે. પરંતુ અમે રાત્રે પણ ટ્રેનો ચલાવી હતી અને તે અડધી ખાલી ગઈ હતી. અમે 4000 લોકોને લઈ જવાની ક્ષમતા ધરાવીએ છીએ. પરંતુ તેમાં માત્ર 1200-1300 લોકો જ ગયા.’ ‘જેટલા પણ લોકો આવશે, તેમના માટે ટ્રેન ચલાવાશે’ ‘જનતાને વિનંતી કરું છું કે જેટલા પણ લોકો આવશે, તેમના માટે ટ્રેન ચલાવાશે. આ કોઈ છેલ્લી ટ્રેન નથી. ગઈકાલે જે અવ્યવસ્થા થઈ તે એ જ કારણે થઈ હતી કે લોકોને લાગ્યું કે આના પછી ટ્રેન નહીં મળે. અમારી પાસે સ્પેશિયલ ટ્રેનોની કોઈ કમી નથી.’ ‘અમે પણ વીડિયોની તપાસ કરીએ છીએ’ વેસ્ટર્ન રેલ્વે સોશિયલ મીડિયા પર તમામ ન્યૂઝને ખોટી સાબિત કરી રહી છે અને કહી રહી છે કે આ બધું ભ્રામક છે. આવું કેમ? જ્યારે વીડિયો તો સાચા છે. તે અંગે જણાવ્યું હતું કે, અમે પણ વીડિયોની તપાસ કરીએ છીએ. જે રીતે સમાચારમાં કહેવામાં આવે છે કે ખૂબ જ અફરાતફરી મચી છે અને વેસ્ટર્ન રેલ્વેએ કોઈ વ્યવસ્થા નથી કરી, તે વાતો ભ્રામક છે. જે નેરેટિવ સેટ કરવામાં આવી રહ્યો છે તે ખોટો છે. મેં બધા જ વીડિયો જોયા છે, પોલીસ કોઈ પણ પેસેન્જર પર લાઠીચાર્જ કરી રહી નથી. 'રવિવાર સિવાય અન્ય દિવસોમાં પણ ટ્રેન ચાલુ હોય છે' મુલાકાત બાદ GM દ્વારા સ્થાનિક અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે પીક અવર્સ દરમિયાન ભીડનું વ્યવસ્થાપન કરવા માટે 'ક્રાઉડ મેનેજમેન્ટ પ્લાન' વધુ મજબૂત બનાવવામાં આવે. આ સાથે જ રેગ્યુલર વેકેશનના સમયમાં વધારાની ટ્રેનો ચલાવવા અંગે પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. માત્ર રવિવારે જ સ્પેશિયલ ટ્રેન ન ચલાવવા બાબતે અને લોકોને માત્ર રવિવારે જ ન જવા બાબતે પણ સમજાવવામાં આવશે. રવિવાર સિવાય અન્ય દિવસોમાં પણ ટ્રેન ચાલુ હોય છે તો ત્યારે જવા માટે મુસાફરોને અપીલ કરવામાં આવી છે.મુસાફરોને રવિવાર સિવાયના દિવસોમાં પણ ટ્રેન મારફતે વતન જવા અપીલ કરી છે. રેગ્યુલર દિવસોમાં પણ ટ્રેન ચલાવવા તૈયારી છે. 'રવિવારના દિવસે 'છઠ પૂજા' જેવી ભારે ભીડ જોવા મળી હતી' વધુમાં જણાવ્યું કે હાલ ઉનાળામાં અચાનક મુસાફરોનો ધસારો વધ્યો છે. ખાસ કરીને રવિવારના દિવસે 'છઠ પૂજા' જેવી ભારે ભીડ જોવા મળી હતી. ગયા રવિવારે લગભગ 25,000 મુસાફરોને સુરક્ષિત રીતે રવાના કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે 11:30 વાગ્યે છેલ્લી ટ્રેન હોવાની ગેરસમજ ફેલાતા મુસાફરોમાં થોડી અફડાતફડી મચી હતી. જોકે, રેલવે પાસે ટ્રેનોના વધારાના કોચ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ‘3-4 મહિનામાં હોલ્ડિંગ એરિયા તૈયાર થઈ જશે’ RLDA (રેલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી) દ્વારા મુસાફરો માટે નવો 'હોલ્ડિંગ એરિયા' તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેમાં 3 થી 4 મહિનાનો સમય લાગશે. આ વિસ્તાર તૈયાર થયા બાદ ગમે તેવી ભીડને સરળતાથી મેનેજ કરી શકાશે. અધિકારીએ લોકોને વિનંતી કરી છે કે તેઓ માત્ર રવિવારે જ ભીડ ન કરે અને અન્ય દિવસોમાં પણ મુસાફરી કરવાનું આયોજન કરે. રેલવે દ્વારા 'ટ્રેન ઓન ડિમાન્ડ' (માંગ મુજબની ટ્રેન) ની સુવિધા પણ નિયમિત રીતે આપવામાં આવશે. ‘કાલે સવારે 10 વાગ્યાની ટ્રેન છે, સીટ માટે અમે અત્યારે જ આવી ગયા’ આવતીકાલે સવારે 10 વાગ્યે ટ્રેન હોવા છતાં પણ 24 કલાક પહેલા ઉધના રેલ્વે સ્ટેશન પર આવી ગયેલા મુસાફર કૈલાસે જણાવ્યું હતું કે, અહીં પાંચ વર્ષ થઈ ગયા છે સર, હું 'જરી'નું કામ કરું છું. અત્યારે ગામ જવાનું છે ને, ઘરે થોડું કામ છે, લગ્ન પ્રસંગ પણ છે. અને માતા-પિતા પણ છે તો તેમને મળવાનું પણ થઈ જવું છે. મને આવ્યાને બે કલાક થઈ ગયા છે. હજુ તો ઘણો સમય છે, આખી રાત અહીં જ રોકાઈશું. સવારે 10 વાગ્યે ટ્રેન છે. ઘરે પહોંચતા 36 કલાક જેવું લાગશે. પરમ દિવસે સાંજે 4 વાગ્યે ટ્રેન ઉતારશે. વહેલા આવવાનું કારણ એ જ કે સીટ મળી જાય. સીટ મળી જાય તો આરામથી બેસી શકીએ. GMને કહ્યું કે કોઈ વાંધો નથી પણ પછી બહુ ભીડ થઈ જાય છે. શૌચાલય પાસે અને દરવાજા પાસે લોકો બેસી જાય છે તો પછી અવરજવરમાં તકલીફ પડે છે. શૌચાલય જવામાં તકલીફ થાય છે. કારણ કે ભીડ બહુ હોય છે અને જે લોકો પાછળથી આવે છે તેમને સીટ નથી મળતી, એટલે તેઓ શૌચાલય પાસે બેસી જાય છે. ક્યારેક તો લોકો અંદર પણ ઘુસી જાય છે, એટલે ત્યાં જવા-આવવામાં બહુ મુશ્કેલી પડે છે. બબલુ યાદવે જણાવ્યું હતું કે, ફિટરનું કામ કરું છું અને અહીં 4 વર્ષથી રહું છું. અત્યારે તકલીફ એ છે કે ટ્રેનમાં જવામાં મુશ્કેલી પડી રહી છે. અત્યારે તો હું એક કલાક પહેલા જ આવ્યો છું. શનિવારે અંકલેશ્વર સીટીમાં લાઈનમાં લાગ્યા હતા પણ ત્યાં તત્કાલ ટિકિટ મળી જ નહીં, એટલે છેલ્લે આજે અહીં આવવું પડ્યું. ટ્રેન આવતીકાલે સવારે 10 વાગ્યે છે. વહેલા આવવાનું કારણ એ જ છે કે સીટ નથી મળતી, બસ એ જ મુખ્ય કારણ છે. બસ એ જ કહીશ કે સીટ મળવી જોઈએ અને દરેક ટ્રેનમાં પૂરતી સુવિધા મળવી જોઈએ. સવારે કાગડાઓ ઉડતા જોવા મળ્યા સવારે રેગ્યુલર દિવસોની જેમ ઉધના રેલવે સ્ટેશન પર સામાન્ય મુસાફરો દેખાયા હતા. આજે પણ થોડા ઘણા મુસાફરો આવ્યા હતા તેમને લાઈનબધ ટ્રેનમાં બેસાડવામાં આવ્યા હતા. ગતરોજ જ્યાં મુસાફરો ની ભીડ હતી ત્યાં આજે કાગડાઓ ઉડતા જોવા મળ્યા હતા. ઉધના રેલવે સ્ટેશનના બંને હોલ્ડિંગ એરિયામાં એક પણ મુસાફર ન હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વેકેશનમાં ત્રણ દિવસ ભીડ રહેવાની શક્યતા રવિવારના દિવસે જે અફરાતફરી અને ભાગદોડના દ્રશ્યો સર્જાયા હતા. જોકે આજે સોમવારના દિવસે સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે. આ પ્રકારની સ્થિતિ વેકેશન દરમિયાન શનિવાર, રવિવાર અને મંગળવારના રોજ થવાની શક્યતા છે. વેકેશન દરમિયાન થતી પરિસ્થિતિને લઈને રેલવે વિભાગ દ્વારા આ ત્રણેય દિવસોમાં સ્પેશિયલ ટ્રેન પણ દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્રણ જેટલી ટ્રેન અન રિઝલ્ટ સાથે જનરલ કોચવાળી ટ્રેન દોડાવવામાં આવે છે. ગઈકાલે શું ઘટના બની હતી? ગતરોજ ઉધના રેલવે સ્ટેશ. ખાતે અંદાજે 28 હજારથી વધુ મુસાફરો સ્ટેશન પર પહોંચ્યા, પરંતુ તેમાં માત્ર 23 હજારને જ ટ્રેનોમાં જગ્યા મળી શકી, જ્યારે 5 હજારથી વધુ મજૂરો નિરાશ થઈ પરત ફરવા મજબૂર બન્યા હતા.શનિવારે મોડી સાંજથી મોટી સંખ્યામાં મુસાફરોએ ઉધના સ્ટેશને ધામો નાંખ્યો હતો. મુસાફરોની સંખ્યા વધી રહી હતી. હાલાકી એટલી વધી ગઈ કે ટ્રેનમાં જગ્યા મેળવવા માટે મુસાફરો બેરિકેટ પર ચઢી ગયા હતા. જેને કારણે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકનો આપઘાત:માંજલપુર વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી, યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું
    Next Article
    I-PAC Emails Staff To Pause Bengal Ops, Trinamool Says No Impact On Campaign

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment