Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણ પોલીસે કડૈયામાં બે સ્થળે દરોડા પાડ્યા:₹19 લાખથી વધુનો વિદેશી દારૂ જપ્ત કર્યો

    13 hours ago

    દમણ પોલીસે ગેરકાયદેસર દારૂની પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી છે. કોસ્ટલ પોલીસ સ્ટેશન કડૈયાના સ્ટાફે બાતમીના આધારે અને પેટ્રોલિંગ દરમિયાન સતર્કતા દાખવી કડૈયામાં બે અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ₹19 લાખથી વધુનો વિદેશી દારૂ અને એક લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે. પ્રથમ દરોડામાં, પોલીસ ટીમ ભીમપોર સ્થિત કુંડ ફળિયા પાસેની સ્મશાન ભૂમિ નજીક પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યાં એક બંધ ગોડાઉન શંકાસ્પદ જણાતા પોલીસે તેની તપાસ કરી હતી. ગોડાઉનમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 485 પેટીઓ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹14,06,240/- છે. બીજી કાર્યવાહી શીતલ પેટ્રોલ પંપ પાસે કરવામાં આવી હતી. એક મકાન સામેના પતરાના શેડમાં તપાસ કરતા પોલીસને 116 પેટી વિદેશી દારૂ અને ₹8,225/- ની છૂટક ક્વાર્ટર બોટલો મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત ₹4,97,220/- છે. આ જ સ્થળેથી દારૂની હેરાફેરીમાં ઉપયોગ થતી હોવાની શંકા સાથે GJ-05-GU-5617 નંબરની એક કાળા રંગની બોલેરો કાર પણ જપ્ત કરવામાં આવી હતી, જેની અંદાજિત કિંમત ₹4,25,000/- છે. સમગ્ર કાર્યવાહીમાં કુલ 601 પેટી ગેરકાયદેસર દારૂ ઝડપાયો છે, જેની કુલ કિંમત ₹19,11,685/- થાય છે. વાહન સહિત કુલ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹23 લાખથી વધુ આંકવામાં આવી છે. પોલીસે જપ્ત કરાયેલો તમામ મુદ્દામાલ આગળની તપાસ અને કાર્યવાહી માટે આબકારી વિભાગને સોંપી દીધો છે. દમણ પોલીસે જણાવ્યું છે કે ગેરકાયદેસર દારૂ વિરુદ્ધનું અભિયાન સતત ચાલુ રહેશે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રત્નદીપ યોજનામાં સહાય ન મળતા કલેક્ટરને આવેદનપત્ર અપાયું.:જૂનાગઢના રત્નકલાકારોમાં ઉગે રોષ; 2892 માંથી માત્ર 676 ને જ સહાય મળતા કલેક્ટરને અપાયું આવેદનપત્ર, ટેકનિકલ ભૂલો સુધારવા તક આપવા માંગ.​
    Next Article
    કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકનો આપઘાત:માંજલપુર વિસ્તારમાં યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી, યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment