Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બર્થ ડે મનાવવા જતા મિત્રો કારમાં જીવતા સળગ્યા:જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લનું નિધન, રેલવે સ્ટેશન પરથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ, રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું

    6 hours ago

    જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લનું નિધન ગુજરાતના જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લનું નિધન થયું.હાર્ટની સારવાર દરમિયાન 84ની વયે અંતિમ શ્વાસ લીધા, સાંજે અમદાવાદમાં અંતિમ યાત્રા કાઢવામાં આવશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખંડણી કેસના આરોપીને પગમાં ગોળી ધરબી વાપી ખંડણી કેસના આરોપીને SOG PI એ પગમાં ગોળી ધરબી..DNA ટેસ્ટ બાદ પરત ફરતા પોલીસ પર હુમલો.. 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા.. આરોપીને વલસાડ સિવિલ ખસેડાયો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રેલવે સ્ટેશન પરથી ત્રણ વર્ષના બાળકનું અપહરણ મહેસાણા રેલવે સ્ટેશન પર ત્રણ વર્ષના બાળકનું અપહરણ..નાસ્તો કરાવવાના બહાને બાળકને ઉઠાવ્યો.. અપહરણકારને શોધવા પોલીસે 5 ટીમ બનાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PM મોદીએ ₹2 લાખની સહાય જાહેર કરી ભુજ-ખાવડા નેશનલ હાઈવે પર અકસ્માતમાં 7 લોકોનાં મોત થયા.. આર્મી જવાન અને સંબંધીઓને ખાવડા પાસે કાળ ભેટ્યો હતો.. PM મોદીએ દુઃખ વ્યક્ત કરી ₹2 લાખની સહાય જાહેર કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાર સળગતાં યુવતી સહિત 3 ફ્રેન્ડ જીવતા ભૂંજાયા જૂનાગઢના કેશોદ-બાલાગામ રોડ પર સ્વિફ્ટ કાર સળગી..કારમાં સવાર યુવતી સહિત 3 ફ્રેન્ડ જીવતા ભૂંજાઈ ગયા..તો કારમાં સવાર ઈન્ફ્લુએન્સર ક્રિષ્નાનો બચાવ થયો છે. તમામ મિત્રો મૃતક નંદનીના બર્થ ડે સેલિબ્રેશન માટે જૂનાગઢથી માધવપુર જતાં હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાલુ કોન્સર્ટે સિગરેટના કશ લીધા અમદાવાદના મોદી સ્ટેડિયમમાં દિલજીતના કોન્સર્ટ દરમિયાન વિવાદ થયો. ચાલુ કોન્સર્ટમાં ભીડ વચ્ચે જ યુવકે સિગારેટ સળગાવી...ઈ-સિગારેટ ફૂંકતો ફેન પણ કેમેરામાં કેદ થયો.5થી 7 દર્શક વચ્ચે મારામારી પણ થઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો શુક્લતીર્થમાં સાત દિવસનો મેળો શરુ થયો ભરૂચના શુક્લતીર્થમાં કારતક અગિયારથી 7 દિવસનો મેળો શરૂ થયો.મેળામાં પરિવાર સાથે તંબુ બાંધીને રહેવાની પરંપરા આકર્ષણનું કેન્દ્ર બની.આસપાસના ગામો જ નહીં એનઆરઆઈ લોકો પણ ટેન્ટમાં પરિવાર સાથે રોકાવા આવે છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જૂની અદાવતનો બદલો લેવામાં અસામાજિક તત્ત્વો બેફામ સુરતના પાંડેસરા વિસ્તારમાં જૂની અદાવતનો બદલો લેવા 4 જેટલા અસામાજિક તત્વો બેફામ બન્યા. ગણપતનગરમાં મોડી રાત્રે ભારે આતંક મચાવી, ફળના વેપારીની બે બાઈક સળગાવી દીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગથી લાખોનું નુક્શાન બમરોલી રોડ પર રાજ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ.. પ્રેસિંગ મશીન અને પ્લાસ્ટિકનો જથ્થો ખાખ થયો. 6 ફાયર સ્ટેશનની ટીમે આગ પર કાબૂ મેળવ્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો દિવસના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું..દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો.. નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'છોકરાઓને બહાર મોકલ, નહીંતર પતાવી દઈશું':મિત્ર સાથેના ઝઘડાનો ખાર રાખી ગણપતનગરમાં 4 શખસ બેફામ, ફળના વેપારીની 2 બાઇક સળગાવી
    Next Article
    ભાજપના વોટ્સએપ ગ્રુપમાં કથિત ₹19 લાખના તોડકાંડની ચેટ વાઇરલ:કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાનો ભાજપ પર કમિશનખોરી અને પત્રકારોને દબાવવાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment