Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધંધુકા હત્યા વિરોધમાં આવેદનપત્ર સુપરત:અરવલ્લીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કલેક્ટરને રજૂઆત

    12 hours ago

    અરવલ્લી જિલ્લામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા ધંધુકા હત્યાકાંડના વિરોધમાં આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર નિવાસી અધિક કલેક્ટર ડી.વી. મકવાણાને આપવામાં આવ્યું હતું. ધંધુકા ખાતે હિન્દુ યુવાન ધર્મેશ ભરવાડની હત્યાના કડક વિરોધમાં આ રજૂઆત કરાઈ હતી. અરવલ્લી જિલ્લા રાષ્ટ્રીય બજરંગદળ અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રાંત મહામંત્રી જયંતિભાઈ પટેલ, કનુભાઈ પટેલ, જિલ્લા મંત્રી પ્રિયંક પોકાર તેમજ ભરવાડ સમાજના અગ્રણી લાલાભાઈ ભરવાડ, રોશનભાઈ, રવિભાઈ, વૈદિકભાઈ અને પ્રકાશભાઈ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. તેમણે દેશવિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા આતંકીઓ સામે કડક કાર્યવાહી કરવાની અને આરોપીઓને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માંગ કરી હતી. આ ઉપરાંત, દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના મુદ્દે પણ ભાર મૂકવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    BMW રિક્ષાને ટક્કર મારી બસ સ્ટેન્ડમાં ઘૂસી:ગાડી-સ્ટેન્ડનો કચ્ચરઘાણ, અમદાવાદમાં ઓટો પલટતા ચાલક ઈજાગ્રસ્ત
    Next Article
    લોઠિયા RMSA શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા:વિડ્યો,નિબંધ, રંગોળી, શપથ દ્વારા વિદ્યાર્થીઓએ મતદાનનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment