Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોઠિયા RMSA શાળામાં મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાયા:વિડ્યો,નિબંધ, રંગોળી, શપથ દ્વારા વિદ્યાર્થીઓએ મતદાનનો સંદેશ આપ્યો

    10 hours ago

    જામનગર જિલ્લાની લોઠિયા RMSA સરકારી માધ્યમિક શાળામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ પૂર્વે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. ચૂંટણી શાખા દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 'મતદાન કેવી રીતે કરવું' તે દર્શાવતો એક ખાસ વીડિયો બનાવવામાં આવ્યો છે. જામનગર શહેર ચૂંટણી અધિકારી અને કલેક્ટરે જામનગરના મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી છે. આ અવસરે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મતદાન જાગૃતિ માટે શપથ લીધા હતા. તમામે લોકશાહી પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાની પ્રતિજ્ઞા લીધી હતી અને લોકોને આગામી ચૂંટણીમાં મતદાન કરવા સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત, નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ મતદાનના મહત્વ અને લોકશાહીને મજબૂત કરવા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. રંગોળી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ મતદાન જાગૃતિના સંદેશાને સુંદર કલાત્મક રીતે રજૂ કર્યો હતો. આ કાર્યક્રમોમાં શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ધંધુકા હત્યા વિરોધમાં આવેદનપત્ર સુપરત:અરવલ્લીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા કલેક્ટરને રજૂઆત
    Next Article
    ઉધના રેલવે સ્ટેશને લાઠી ચાર્જ નથી થયો:વેસ્ટર્ન રેલવેના GM:'મેં બધા જ વીડિયો જોયા, મિસ્ટર રામાશ્રય આ રહ્યા મુસાફરો પર ડંડા વરસાવતા વીડિયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment